Ahmedabad Rathyatra: નાથની નગરચર્યાનો પહિંદવિધિથી લઈને રથના પ્રસ્થાન સુધીનો કાર્યક્રમ, જુઓ

Ahmedabad Rathyatra: અમદાવાદમાં આગામી 7 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના કોટ વિસ્તારમાં એક બાજુ પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરાઈ રહ્યું છે તો આ વખતે રથયાત્રાની ખાસ હેલિકોપ્ટરથી વોચ રાખવામાં આવશે.

ભગવાન જગન્નાથની તસવીર

Rathyatra

follow google news

Ahmedabad Rathyatra: અમદાવાદમાં આગામી 7 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના કોટ વિસ્તારમાં એક બાજુ પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરાઈ રહ્યું છે તો આ વખતે રથયાત્રાની ખાસ હેલિકોપ્ટરથી વોચ રાખવામાં આવશે. આ બધા વચ્ચે રથયાત્રાનો નેત્રોત્સવ વિધીથી લઈને રથયાત્રાના પ્રસ્થાન સુધીનો સંપૂર્ણ કાર્યક્રમ સામે આવ્યો છે. 

ભગવાન જગ્નાથજીની રથયાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ

5 જુલાઈ

  • ભગવાન જગન્નાથના સવારે 8 વાગે નેત્રોત્સવ વિધી થશે
  • 9 વાગે ગજરાજ પૂજન
  • 11 વાગે ભંડારો રાખવામાં આવશે

6 જુલાઈ

  • સવારે 10 વાગે સોનાવેશ દર્શન રહેશે
  • 10.30એ રથનું નીજ મંદિરમાં આગમન થશે
  • બપોરે 2.30 વાગે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે
  • સાંજે 7 વાગે મુખ્યપ્રધાન સહિતના આગેવાનો આરતીમાં હાજર રહેશે

7 જુલાઈ રથયાત્રા

  • સવારે 4.30 વાગે ખીચડીનો ભોગ અને 5 વાગે આદિવાસી નૃત્ય અને રાસ ગરબા રમશે
  • સવારે 5.45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાવામાં આવશે
  • સવારે 7 વાગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે
  • પહિંદવિધી બાદ નીજ મંદિરથી રથ કરશે પ્રસ્થાન
  • 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા રથયાત્રામાં જોડાશે

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર VISWAS પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા CCTV કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરવામાં આવશે.

ડ્રોન કેમેરાથી રથયાત્રાનું નિરીક્ષણ

રથયાત્રામાં શાંતિ-સલામતી સુનિશ્ચિત કરવા ડ્રોન આધારિત કેમેરા સીસ્ટમ અને બોડી વોર્ન કેમેરા સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રા નિર્વિઘ્ન ચાલે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ડીપ્લોય કરવામાં આવી છે. સાથે જ એસ.આર.પી.એફ, હોમગાર્ડ, GRD અને TRBની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે બેઠક કરીને રથયાત્રા દરમિયાન જુદા-જુદા ધર્મના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો પોલીસની મદદમાં ઉપસ્થિત રહે તે આયોજન પણ કરવામાં આવ્યું છે.

    follow whatsapp