VIDEO: અમદાવાદ બન્યું ભક્તિમય, આજે ભગવાન જગન્નાથની 147મી 'જળયાત્રા'; ભાવિકો ચડ્યા હિલોળે

Gujarat Tak

22 Jun 2024 (अपडेटेड: Jun 22 2024 10:55 AM)

Ahmedabad Rath Yatra 2024: આગામી 7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે, જેને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. એવામાં આજે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી હતી.

Rath Yatra 2024

Rath Yatra 2024

follow google news

Ahmedabad Rath Yatra 2024: આગામી 7 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે, જેને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.  એવામાં આજે  ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી હતી. જળયાત્રાને મિની રથયાત્રા પણ કહેવામાં આવે છે જે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથ મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે વરઘોડા સ્વરૂપે નીકળી છે. 

આ પણ વાંચો

ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા

અમદાવાદમાં દર જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે, જેમાં સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. ભગવાન બળદગાડામાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે. જલયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનની ખાસ ઉપસ્થિત જોવા મળી હતી. 

જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રાના પ્રથમ ચરણ જળયાત્રાનો પ્રારંભ કરાયો#jagannathtemple #rathyatra #jamalpur pic.twitter.com/cRhzkjygeO

— DD News Gujarati (@DDNewsGujarati) June 22, 2024

ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક

આજે ભગવાન જગન્નાથનો 108 કળશમાં લવાયેલા જળથી જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી કરવામાં આવે છે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપે છે. જળયાત્રામાં સુશોભિત કરાયેલા ગજરાજો  પણ જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો અને ભજન મંડળીઓ  પણ જળયાત્રામાં જોડાય છે. બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર લઈ જશે. રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોવે છે.

    follow whatsapp