અમદાવાદમાં શાળાની દાદાગીરી: લેવા ગયા હતા પરિણામ અને શાળાએ પકડાવી દીધું લીવિંગ સર્ટિફિકેટ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચર્ચામાં આવી છે. વાત એવી છે કે, ત્યાં ભણતા ધોરણ 8 નો વિદ્યાર્થીઓને પરિણામના દિવસે શાળાએ ગયા ત્યારે તેઓને પરિણામની સાથે એલસી લઈ જવાનું કહેવામાં આવ્યું.

Ahmedabad News

વાલીઓએ વ્યક્ત કરી નારાજગી

follow google news

Latest Ahmedabad News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચર્ચામાં આવી છે. વાત એવી છે કે, ત્યાં ભણતા ધોરણ 8 નો વિદ્યાર્થીઓને પરિણામના દિવસે શાળાએ ગયા ત્યારે તેઓને પરિણામની સાથે એલસી લઈ જવાનું કહેવામાં આવ્યું. આ અંગે શાળામાંથી વાલીઓને કહેવામાં આવ્યું કે સ્કૂલ બંધ કરવાની હોવાથી પરિણામની સાથે એલસી પણ લઈ જાવ. આ ખબર સાંભળતા વાલીઓએ ભારે હોબોળો મચાવી દીધો હતો, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ મામલો છેક અમદાવાદ શહેર ડીઈઓ સુધી પહોંચી ગયો હતો અને સ્કૂલને નોટિસ ફટકારીને ખુલાસો માગવામાં આવ્યો છે.

પરિણામની સાથે વિદ્યાર્થીઓ એલસી જ લઈ જવા કહ્યું 

શહેરના હાર્દસમાન વિસ્તારમાં ધોરણ 1થી 12ની હિન્દી માધ્યમમાં ગ્રાન્ટ ઇન એઈડ સ્કૂલ ચાલે છે. આ સ્કૂલના ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ ગઇકાલે પરિણામ લેવા માટે શાળાએ પહોંચ્યા હતા. તે સમયે શાળા સંચાલકો દ્વારા વાલીઓને કહેવામાં આવ્યું કે, સ્કૂલ બંધ કરવાની હોવાથી એલસી લઈ જાવ, આગામી વર્ષમાં માટે એડમિશન નહીં મળે. સ્વાભાવિક છે આ રીતે અચાનક જ આવી ખબર સાંભળતા ત્યાં હાજર વાલીઓ ચિંતામાં મુકાયા હતા અને આ વાત પર હોબાળો કર્યો હતો.

વાલીઓએ વ્યક્ત કરી નારાજગી

ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું કે, ‘મારી પુત્રીએ આ સ્કૂલમાં ધોરણ 8 પાસ કર્યું છે અને આજે પરિણામના દિવસે અમે સ્કૂલ પર આવ્યા ત્યારે અમને ધોરણ 9માં સ્કૂલ બંધ કરીએ છીએ તેમ કહેવામાં આવ્યું હતું. આમ અચાનક સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની સામે અમારી નારાજગી છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓને અગાઉથી સ્કૂલ બંધ કરવા અંગે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે કહેવામાં આવ્યું છે. 

ભાજપ સામે મેદાનમાં ઉતર્યા રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા, કહ્યું- અમે BJP વિરુદ્ધ કરાવીશું મતદાન

અમદાવાદ શહેર DEO આવ્યા એક્શનમાં

આ મામલો અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરી સુધી પહોંચ્યો છે અને તરત જ સ્કૂલને નોટિસ આપી આ અંગે જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી માહિતી મુજબ આપની શાળા દ્વારા વાલીઓને અગાઉથી જાણ કર્યા વગર, નોટિસ આપ્યા વગર, નિયમ વિરુદ્ધ એલસી આપવા બાબતે વાલીઓ દ્વારા શાળા કક્ષાએ હોબાળો કરવામાં આવ્યો છે, તેની જાણ કચેરીને છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ શા માટે આપવામાં આવેલો નથી અને સરકારના કયા નિયમોના આધારે વાલીઓને સાંભળ્યા વગર સીધા જ એલસી અપાયાં છે. આ અંગે જરૂરી આધાર પુરાવા સાથે આજે અમારી કચેરીમાં હાજર થવાનું રહેશે. જો તમે રૂબરૂ કચેરી ખાતે હાજર નહિ રહો તો સ્કૂલે ખોટી રીતે વાલીઓને એલસી આપ્યા છે તેમ માનીને સ્કૂલની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાંઆવશે.' 

LRD-PSI ભરતી: ઉમેદવારોના સવાલના ભરતી બોર્ડે આપ્યા જવાબ, અહીં મળશે તમામ મૂંઝવણનું વન-સ્ટોપ સોલ્યુશન

    follow whatsapp