અમદાવાદમાં મિલકતના ભાડા મામલે તકરાર થતા ભત્રીજાએ તલવારથી કાકાને રહેંસી નાખ્યા

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યાના ગુનાઓ વધી રહ્યા છે. તાજેતરમાં માધુપુરામાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. ત્યારે ફરી એકવાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો મામલો સામે…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હત્યાના ગુનાઓ વધી રહ્યા છે. તાજેતરમાં માધુપુરામાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. ત્યારે ફરી એકવાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં મિલકત મામલે ડખામાં સગા ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

ઘટનાની વિગતો મુજબ, શહેરના નિકોલ ગામ વિસ્તારમાં શુક્રવારે સવારે નરેન્દ્ર ઠાકોર નામના ભત્રીજા અને સગા કાકા વજેસિંહ ઠાકોર વચ્ચે મિલકતના ભાડાને લઈને તકરાર થઈ હતી. તકરાર એટલી ઉગ્ર થઈ ગઈ કે નરેન્દ્રએ 61 વર્ષના કાકાની તલવારના ઘા ઝિંકીને રહેંસી નાખ્યા હતા. હુમલા બાદ ઈજાગ્રસ્ત કાકાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જઈને ભત્રીજો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ આ જીવલેણ હુમલામાં કાકાનું મોત થઈ ગયું હતું.

ઘટનાને પગલે પોલીસે ભત્રીજા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યા મુજબ, મૃતક વજેસિંહના ચાર ભાઈ છે. જેમાં ભત્રીજા નરેન્દ્રના પિતા અગાઉ મૃત્યુ પામ્યા છે. આથી પરિવારની મિલકતની જવાબદારી વજેસિંહના હાથમાં હતી. જેમાં મિલકતના ભાડાની આવકને લઈને ઘણા સમયથી કાકા અને ભત્રીજા વચ્ચે તકરાર ચાલી રહી હતી. આરોપી નરેન્દ્ર રીક્ષા ચલાવે છે. હાલ પોલીસે હત્યારા ભત્રીજાની શોધખોળ આદરી છે.

    follow whatsapp