Ahmedabad School Fees: રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ અમદાવાદ સહિત ચારેય ઝોનમાં નવી ફી કમિટીની રચના કરવામાં આવી હતી. જોકે નવી કમિટી આવ્યા બાદ અમદાવા ઝોનની કમિટી દ્વારા શહેરની 150થી પણ વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોમાં ફી વધારે મંજૂર કરવામાં આવ્યો છે. ફી વધારાની દરખાસ્ત કરનાર સ્કૂલોને 5થી લઈને 7 ટકા સુધીનો વધારો આપવામાં આવ્યો છે. જે બાદ ખાનગી સ્કૂલોમાં ભણવાનું વધુ મોંઘું બનશે.
ADVERTISEMENT
કઈ સ્કૂલની કેટલી ફી વધી?
અમદાવાદની ફી કમિટી દ્વારા અપાયેલા સ્કૂલ ફીના વધારાના ઓર્ડર મુજબ, અપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી જે અગાઉ 99 હજાર હતી તે વધીને હવે 1.04 લાખ રૂપિયા થઈ ગઈ છે. આવી જ રીતે ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજારથી વધીને 95 હજાર, આનંદ નિકેતન સ્કૂલની ફી 83 હજારથી વધીને 91 હજાર થઈ છે. તો ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજારથી 84 હજાર કરવામાં આવી છે.
આવી જ રીતે શિવ આશિષ સ્કૂલની ફી 57,500થી વધીને 61 હજાર કરાઈ છે. એચ.બી કાપડિયા સ્કૂલની ફી 57 હજારથી વધારીને 60 હજાર, કે. એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધારીને 81 હજાર અને સંત કબીર સ્કૂલની ફી 95000થી વધારીને 97900 રૂપિયા કરવામાં આવી છે.
ફીમાં 3થી લઈને 12 હજાર સુધીનો વધારો
સ્કૂલ ફી કમિટી દ્વારા કેટલીક સ્કૂલોમાં 5થી 7 ટકા જ્યારે કેટલીક સ્કૂલોમાં 10 ટકા સુધીનો ફી વધારો મંજૂર કરાયો છે. આમ એકંદરે સ્કૂલ ફીમાં રૂપિયા 3 હજારથી લઈને 12 હજાર સુધીનો વધારો થયો છે. નોંધનીય છે કે, નવી કમિટી દ્વારા મંજૂરી પહેલા જ કેટલીક સ્કૂલોએ વધી ફી લેવાનું આ વર્ષથી શરૂ કરી દીધું હતું. આ અંગે વાલીઓએ DEOને પણ ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT