અમદાવાદ: શહેરના ડ્રાઈવ ઈન રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા એક 75 વર્ષના વૃદ્ધે પોતાની પત્ની સામે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. વૃદ્ધનો આક્ષેપ છે કે પત્નીની ક્રૂરતા અને અનૈતિક સંબંધોથી કંટાળીને તેઓ આમ કરવા માટે મજબૂર થયા છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે પત્નીએ તેમને અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તેમની સંપત્તિ પચાવી પાડી છે.
ADVERTISEMENT
પત્ની 30 વર્ષથી ત્રાસ આપતી હોવાની ફરિયાદ
મીડિયા રિપોર્ટ્સ મુજબ મૂળ જસદણના અને અમદાવાદમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. વૃદ્ધનો આક્ષેપ છે કે તેમની 70 વર્ષની બીજી પત્ની છેલ્લા 30 વર્ષથી તેમને શારિરીક અને માનસિક ત્રાસ આપે છે. વૃદ્ધ નિવૃત્ત થતા 50 લાખની બચત અને સોના-ચાંદીના દાગીના પચાવી લીધા અને થોડા દિવસ પહેલા વૃદ્ધને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા.
કોર્ટમાં રજૂ કર્યા પત્નીના ચેટના પુરાવા
ફેમિલી કોર્ટમાં થયેલી અરજીમાં વૃદ્ધનો આક્ષેપ છે કે તેમના પત્ની છેલ્લા 30 વર્ષથી રોજ બપોરે તૈયાર થઈને ઘરની બહાર જતા રહે છે અને રાત્રે 11 વાગ્યે આવે છે. આ અંગે પૂછવા પર જવાબ આપે છે, મારે 50 પુરુષો સાથે સંબંધ છે હજુ પણ રાખીશ. સાથે વૃદ્ધનો આક્ષેપ છે કે પત્ની તમામ કામ તેમની પાસે કરાવે છે અને જિંદગીભરની મહેનતથી ભેગી કરેલી મરણમૂડીને પત્નીએ પોતાના 10થી વધુ પુરુષ મિત્રો સાથે મળીને પચાવી પાડી છે. કોર્ટમાં વૃદ્ધ પત્નીના અન્ય પુરુષો સાથેના અશ્લીલ ચેટના પુરાવા પણ રજૂ કર્યા હતા. જેની તપાસ બાદ કોર્ટ પણ ચોંકી ઉઠી હતી.
ADVERTISEMENT