Ahmedabad News: અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનો આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદની ગાયકવાડ હવેલીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો છે. આ કર્મચારીએ પોતાના ઘરે જ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. તેમના અચાનક આપઘાતને કારણે પરિવાર શોકગ્રસ્ત છે. જોકે આ મામલામાં આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે હજુ જાણી શકાયું નથી.
ADVERTISEMENT
Surat News: સુરતના સાંધેર ગામની જર્જરિત શાળાનો વિવાદ HC પહોંચ્યો, પંચાયત ભવન બનાવવા બજેટ, સ્કૂલ માટે નહીં..!
પરિવાર અને મિત્ર વર્તુળ શોકમાં
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કિરણ લકુમ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે આજે પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીદો છે. તેમના આપઘાતના સમાચાર પરિવાર સહિત પોલીસ બેડા માટે પણ સ્તબ્ધ કરી દેનારા હતા. પરિવાર અને મિત્ર વર્તુળ પણ તેમના આપઘાતને પગલે શોકમાં સરી પડ્યા છે. મૃતક ગાયકવાડ હવેલીમાં પીસીઆર વન માં ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતા પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આપઘાતનું કારણ અકબંધ રહ્યું છે.
ADVERTISEMENT