Ahmedabad News: IPS અધિકારીના પત્નીએ ઘરમાં જ આપઘાત કર્યો, કારણ અકબંધ

Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. થલતેજમાં આવેલા શાંગ્રીલા બંગ્લોમાં રહેતા રાજન સુસરાની પત્નીના…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. થલતેજમાં આવેલા શાંગ્રીલા બંગ્લોમાં રહેતા રાજન સુસરાની પત્નીના આપઘાતી ખબર મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જોકે હજુ સુધી આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. IP રાજન સુસરા હાલમાં વલસાડ ખાતે મરીન સિક્યોરિટીમાં SP તરીકે ફરજ બજાવે છે.

ગુજરાતના IPS અધિકારીના પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાલમાં મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બોડકદેવ પોલીસે ઘરમાં તપાસ કરીને સંબંધીઓ તથા પરિજનોની પણ પૂછપરછ શરૂ કરી છે.

(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)

    follow whatsapp