Ahmedabad News: માત્ર અમદાવાદ જ નહીં ગુજરાત અને દેશના માથે પણ છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં તો પોલીસ દર થોડા દિવસે હવે કોઈને કોઈ જગ્યાથી સામાન્યથી લઈ મોટી માત્રામાં ડ્રગ્સ પકડી રહી છે. પોલીસના સતત પ્રયત્નો છતા ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના મનસુબા રાખનારાઓ મોટી સંખ્યામાં જાણે કે બિલાડીની ટોપની જેમ ફૂટી પડ્યા હોય તેવી સ્થિતિ જોવા મલી છે. આજે ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી દરમિયાન 22.97 લાખની મત્તા સાથે એક શખ્સને ઝડપ્યો છે. તેણે રાજસ્થાનના માફિયા પાસેથી લાખો રૂપિયામાં એમડી ડ્રગ્સ ખરીદ્યું હતું. જે પછી તે અહીં નાના નાના પેડલર્સને વેચવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને આ શખ્સની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
Gujarat Assembly: ફરી એકવાર મેડિકલ યુનિવર્સિટી બિલ મુકાયું પડતું
કોણ છે રાજસ્થાનનો મોટો ડિલર?
અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને માહિતી મળી હતી જેમાં અમદાવાદના વટવા વિસ્તારમાં શાહ એ આલમ સોસાયટીના મકાનમાં ઝાકીર હુસૈન ઉર્ફે જિગે શેખ ડ્રગ્સનો ધંધો કરતો હોવાની જાણકારી હતી. પોલીસે માહિતી પ્રમાણે કાર્યવાહી કરતા ઘરમાંથી ડ્રગ્સનો થેલો મળી આવ્યો હતો. પોલીસે જોયું તો તેની પાસે અંદાજે 22.97 લાખ જેટલી માર્કેટ વેલ્યુ ધરાવતું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે પુછપરછ કરતા તે રાજસ્થાનના પ્રતાપગઢથી કોઈ અમન પઠાણ નામના માફિયા પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલામાં હવે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT