Ahmedabad: અમદાવાદમાં બાળકો પાસે દારૂના વેંચાણનો પર્દાફાશ, મહિને 8 હજારનો પગાર અને બોટલ પર કમિશન

Ahmedabad News: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ અમદાવાદની એક ઘટનાએ તેના લીરેલીરા ઉડાવ્યા છે. શહેરના પોશ ગણાતા એવા બોડકદેવ વિસ્તારમાંથી બાળકો પાસે  દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાતા પોલીસ દોડતી થઈ છે.

Ahmedabad News

Ahmedabad News

follow google news

Ahmedabad News: ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ અમદાવાદની એક ઘટનાએ તેના લીરેલીરા ઉડાવ્યા છે. શહેરના પોશ ગણાતા એવા બોડકદેવ વિસ્તારમાંથી બાળકો પાસે  દારૂની ડિલિવરી કરાવવાનું રેકેટ ઝડપાતા પોલીસ દોડતી થઈ છે.

પગાર અને કમિશન પર બાળકો પાસે કરાવતા આ કામ

મળતી માહિતી પ્રમાણે  નાનાં બાળકોને મહિને 8,000 પગાર અને એક બોટલ પર 200 રૂપિયા કમિશન આપીને ખુલ્લેઆમ દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી. બાળકોને લાલચ આપી ફોસલાવીને એવું કહેવામાં આવતું કે, તમારી હજી નાની ઉંમર છે એટલે પોલીસ કેસ નહીં થાય અને તમને આવું કરવાના બદલામાં પૈસા મળશે. જાણકારી અનુસાર, આ રેકેટ છેલ્લા બે મહિનાથી ચાલતું હોવાની વાત મળી રહી છે.  મામલો પોલીસ સુધી પહોંચતા તેમણે એક બાળકની અટકાયત કરી છે, જ્યારે દારૂની સપ્લાય  કરનારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

દારૂ ડિલિવર કરવાનો નવો કીમિયો

અમદાવાદમાં અવનવી  મોડસ ઓપરેન્ડીના આધારે બૂટલેગરો દારૂની હેરફેર કરતાં જોવા મળ્યા છે.  બૂટલેગરો પહેલા પોલીસથી બચવા મહિલાઓને આગળ કરતાં હતા જ્યારે હવે નવો કીમિયો અજમાવ્યો છે. હવે મહિલાઓના સ્થાને બૂટલેગરો નાના-નાના બાળકોને આગળ કરીને ડિલિવરી કરવા લાગ્યા છે.

બાળકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ઘરી

પોલીસ પૂછપરછ બાદ જાણવા મળ્યું છે કે, એક સ્વજન અંકિત પિતાંબર પરમાર મળ્યા અને કહ્યું કે હું તને દર મહિને 8000 પગાર આપીશ અને એક દારૂની બોટલની ડિલિવરી કરવા પર 200 રૂપિયા કમિશન પણ આપીશ, તારે ટુ-વ્હીલર લઈને હું કહું ત્યાં દારૂની ડિલિવરી આપવા જવાનું છે. તું નાનો હોવાથી તને રસ્તામાં કોઈ રોકશે પણ નહીં અને કોઈ કેસ પણ થશે નહીં. આ વાતમાં આવીને આ બાળકે દારૂની ડિલિવરી કરવાનો શરૂ કરી દીધું હતું. બોડકદેવ પોલીસે માહિતી મળતા બાળકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. બાળકને જેને દારૂ આપ્યો હતો તેની ઘરપકડ કરવામાં આવી છે. બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા બાદ હવે પોલીસ તંત્ર સામે સવાલ થઈ રહ્યા છે.

    follow whatsapp