VIDEO: PCR વાનમાં યુવકના બિયર પીવાનો વીડિયો 2 વર્ષ જૂનો નીકળ્યો, અમદાવાદ પોલીસે શું ખુલાસો કર્યો?

Ahmedabad Police: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ અનેક વખતે પોકળ સાબિત થયા છે. આ વચ્ચે હવે દારૂબંધીની પોલ ખોલતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ વાનમાં બેઠેલો આરોપી અંદર બેસીને દારૂની મોજ માણતા દેખાઈ રહ્યો છે.

પોલીસ વાનમાં આરોપીની તસવીર

Ahmedabad News

follow google news

Ahmedabad Police: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ અનેક વખતે પોકળ સાબિત થયા છે. આ વચ્ચે હવે દારૂબંધીની પોલ ખોલતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ વાનમાં બેઠેલો આરોપી અંદર બેસીને દારૂની મોજ માણતા દેખાઈ રહ્યો છે. વીડિયો વાઈરલ થતા હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા વીડિયોને લઈને તપાસ કરીને તે બે વર્ષ જૂનો હોવાનો ખુલાસો કરાયો છે.

પોલીસ વાનમાં આરોપીએ બિયર પીધી

વિગતો મુજબ, ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં પોલીસના જાપ્તામાં રહેલા આરોપીનો વાનમાં બિયર પીતો વીડિયો વાઈરલ થયો છે. પોલીસ વાનમાં બેઠેલો યુવક હત્યાનો આરોપી હોવાનું કહેવાય છે અને વીડિયોમાં રીલમાં સાબરમતી રિવરફ્રન્ટનું લોકેશન લખવામાં આવ્યું છે. 

શું છે વાઈરલ વીડિયોમાં?

વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસની જ વાનમાં બેઠેલો યુવક કોઈ ડર વિના આરામથી બિયર ગટગટાવી રહ્યો છે. તેના હાથમાં એક નહીં પરંતુ બિયરના બે-બે ટીન જોવા મળે છે. જો પોલીસની વાનમાં જ આરોપી આ રીતે બેખૌફ થઈને બિયરની મોજ માણે તો પછી દારૂબંધીનું કડક પાલન કેવી રીતે થશે? હવે જોવાનું રહેશે કે વાઈરલ વીડિયો અંગે પોલીસ શું કાર્યવાહી કરે છે.

વીડિયો 2 વર્ષ જૂનો હોવાનો પોલીસનો ખુલાસો

વાઈરલ વીડિયોને લઈને અમદાવાદ પોલીસ દ્વારા X પર ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, અમદાવાદ શહેરમાં પીસીઆરમાં આરોપી બિયર પી રહ્યો છે તેવો વિડિયો વાયરલ થયેલ તે અંગે તપાસ કરતા આ વિડીયો બે વર્ષ જુનો મહેસાણા જીલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનનો હોવાનું જણાઈ આવેલ છે. અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાય તે હેતુસર આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે

 

    follow whatsapp