Bullet Train Project: અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના રૂટમાં પહાડ પણ આવી રહ્યા છે. ત્યારે હવે ટ્રેનને પસાર થવા માટે પહાડમાંથી ટનલ બનાવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ ટનલ વાપી અને વડોદરા વચ્ચે આવેલી છે અને C4 પેકેજનો ભાગ છે. વલસાડના ઉમરગામ તાલુકામાં ઝરોલી ગામથી એક કિલોમીટર દૂર આવેલી છે.
ADVERTISEMENT
કેટલી લાંબી હશે ટનલ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટનલ 350 મીટર લાંબી હશે અને 12.6 મીટર વ્યાસ હશે તો ઊંચાઈ 10.25 મીટરની હશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના રૂટમાં કુલ 7 ટનલ આવશે. ત્યારે ઝરોલી ગામ નજીકના પહાડમાં ઓસ્ટ્રીયન પદ્ધતિથી ટનલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ટનલનો આકોર સિંગલ ટ્યુબ હોર્સ-શેપનો હશે અને તેમાં કુલ 2 ટ્રેક હશે.
C4 પેકેજમાં 4 સ્ટેશનો આવશે
ખાસ છે કે, C4 પેકેજમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ એમ ચાર સ્ટેશનો આવશે. વાપી અને વડોદરા વચ્ચેના 237 કિલોમીટરની લંબાઈની ડિઝાઈન અને બાંધકામની અંદર પહાડો આવતા તેમાં પણ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT