Ahmedabad Crime News: અમદાવાદના કણભામાં પરિણીતાના કરંટ લાગવાથી મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સાસુએ જ વહુની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. વહુના મોત બાદ ફોરેન્સિક તપાસમાં હત્યાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. જે બાદ સાસુની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
22 વર્ષની યુવતીએ 6 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા
વિગતો મુજબ, વટવા ગામમાં રહેતા નટુ પરમાર મજૂરી કરે છે. તેમની 22 વર્ષની પુત્રી મિત્તલના છૂટાછેડા થયા પછી કુહા ગામના કિશન ડાભી સાથે પ્રેમ થતા બંનેએ 6 મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. કિશનના ભાવના સાથે અગાઉ પહેલા લગ્ન થયા હતા, તેને છૂટાછેડા આપ્યા વિના જ તેણે મિત્તલ સાથે લગ્ન કરી લીધા. મિત્તલ કરિયાવરમાં કશુ નહોતી લાવી આથી સાસુને તેના પર દાજ હતી. બીજી તરફ ભાવનાને પિયરમાંથી 7 કરોડની જમીન મળવાની હતી. એવામાં સાસુએ પહેલી વહુને પાછી લાવવાનો પ્લાન ઘડ્યો હતો.
ઈંટ મારીને વહુની હત્યા કરી નાખી
28મી ઓક્ટોબર મિત્તલે જમવાનું ન બનાવતા સાસુ સાથે તેની બોલાચાલી થઈ હતી. જેમાં મિત્તલે સાસુ વીણાબેનને ઈંટ છૂટી મારી હતી. તેઓ હટી જતા બચી ગયા. બાદમાં તેમણે મિત્તલને ઈંટ મારતા તે પાણીના ટાંકામાં બેસી ગઈ હતી. આ પછી વીણાબેને ધક્કો મારીને તેને ટાંકીમાં પાડી દીધી અને ઈંટો મારી દીધી. સમગ્ર ઘટના અકસ્માત હોવાનું બતાવવા ટાંકીમાં પાણીની મોટર ફેંકી દીધી હતી અને ખેતર ચાલ્યા ગયા હતા. પરિજનોએ પૂછતા કરંટ લાગતા મોત થયાનું રટણ કર્યું હતું.
કેવી રીતે ખૂલ્યો હત્યાનો ભેદ?
સમગ્ર મામલે જ્યારે ડોક્ટર અને ફોરેન્સિક ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતા કરંટ નહીં પરંતુ મિત્તલની હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. જે બાદ પોલીસે સાસુની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, પહેલી વહુને કરિયાવર પાછું ન આપવું પડે અને 7 વિઘા જમીન દીકરાને મળે તે માટે બીજી વહુની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT