નાથનો નેત્રોત્સવ: મામાના ઘરેથી નીજ મંદિરે પરત ફર્યા ભગવાન, 'જય જગન્નાથ'ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર

Jagannath Rath Yatra 2024 : જગતના નાથ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 દિવસ સરસપુર મામાના ઘરે રહ્યા બાદ આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નીજ મંદિરે પરત ફર્યા છે.

Jagannath Rath Yatra 2024

નાથનો નેત્રોત્સવ

follow google news

Jagannath Rath Yatra 2024 : જગતના નાથ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 15 દિવસ સરસપુર મામાના ઘરે રહ્યા બાદ આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નીજ મંદિરે પરત ફર્યા છે. 

ભગવાનની કરાઈ નેત્રોત્સવ વિધિ

મામાના ઘરેથી પરત આવેલા ભગવાનનું નીજ મંદિર ખાતે વાજતે ગાજતે સ્વાગત કરાવામાં આવ્યું.  મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી ભગવાના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી.

જય જગન્નાથના નાદથી ગુંજ્યું મંદિર

જે બાદ આજે સવારે ભગવાનની આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર 'જય જગન્નાથ...જય જગન્નાથ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. તો 15 દિવસ બાદ ભગવાનના દર્શન થતાં ભક્તોમાં હરખની હેલી જોવા મળી હતી.  


શું હોય છે નેત્રોત્સવ વિધિ?


નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મામાના ઘરે દમદાર રીતે આગતા સ્વાગતા કરવામાં આવે છે. મોસાળમાં ભાણેજને અનેક મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે, આથી તેમને આંખો આવી જાય છે. જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. 

અષાઢી બીજે નીકળશે ભગવાન નગર ચર્ચાએ

ભગવાન જગન્નાથને અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી મંગળાઆરતી થશે. જે બાદ મુખ્યમંત્રી દ્વારા પહીંદવિધિ કરીને ભગવાનના રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. જે બાદ નંદિઘોષ રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી,  બીજા રથ કલ્પધ્વજમાં સવાર થઈ સુભદ્રાજી અને તલધ્વજ પર સવાર થઈ ભાઈ બલભદ્રજી નગર ચર્ચાએ નીકળશે.


 

    follow whatsapp