Ahmedabad News: સુરત બાદ હવે અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું સુપર ઓપરેશન થયું છે. જેમાં શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન ગ્રુપ પર IT વિભાગનો દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે સ્વાતિ ગ્રુપ સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ તવાઈ બોલાવી હતી. ખાસ છે કે થોડા સમય પહેલા જ સુરતમાં ડાયમંડ અને જ્વેલરી સાથે સંકળાયેલા 3 ગ્રૂપો પર IT વિભાગે સપાટો બોલાવ્યો હતો.
ADVERTISEMENT
35થી 40 સ્થળોએ ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના બિલ્ડર સ્વાતિ બિલ્ડકોનની આંબલી રોડ પર આવેલી મુખ્ય ઓફિસમાં દરોડા પડ્યા હતા. સ્વાતિ ગ્રુપના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોના ત્યાં પણ તપાસ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં 35થી 40 સ્થળોએ ITના દરોડા અને સર્ચ ઓપરેશન છે.
100થી વધુ અધિકારીઓ સર્ચમાં જોડાયા
ખાસ વાત એ છે કે ઈન્કમટેક્સ વિભાગના આ સુપર ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા તથા રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ સર્ચમાં જોડાયા છે. ત્યારે તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી તેવી સંભાવના હાલમાં સેવાઈ રહી છે.
(ઈનપુટ: દિક્ષીત ઠક્કર, અમદાવાદ)
ADVERTISEMENT