અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે જગુઆર કાર હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં સળિયા પાછળ છે. અકસ્માતમાં અન્ય 12 જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જોકે અકસ્માતની ઘટનામાં હજુ પણ એક વ્યક્તિ ભાનમાં આવી નથી. તથ્ય પટેલના જામીન નહીં આપવા કાઈકાલે જ કોર્ટમાં પોલીસે સોગંદનામું પણ ફાઈલ કર્યું છે.
ADVERTISEMENT
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં ભાઈલાલભાઈ ચૌહાણ પણ ઈજાગ્રસ્ત થયા હતા. જોકે છેલ્લા 32 દિવસથી તેઓ બેભાન હાલતમાં છે અને હજુ સુધી ભાનમાં આવ્યા નથી. તો તથ્ય પટેલ જેલમાંથી બહાર નીકળવા માટે તલપાપડ થઈ રહ્યો છે અને જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. ત્યારે પોલીસે અરજીનો વિરોધ કરતા 13 પાનાનું સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં કહેવાયું છે કે, તથ્ય પટેલે 141ની સ્પીડથી જગુઆર કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આરોપી અકસ્માત કરવાની ગુનાહીત ટેવ ધરાવે છે.
પોલીસે સોગંદનામામાં વધુમાં કહ્યું કે, પિતા પ્રત્રેશ પટેલ સામે પણ 10થી વધુ ગુના નોંધાયેલા છે. પિતા-પુત્ર બંને ગુનાહીત માનસિકતા ધરાવે છે અને જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેઓ ફરી આવા ગુનાને અંજામ આપી શકે અને લોકોની જિંદગી જોખમમાં મુકી શકે છે. ગુનાની ગંભીરતા જોઈને આરોપી તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દેવી જોઈએ.
ADVERTISEMENT