અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 160ની ઝડપે આવતી જગુઆર કારે બે પોલીસકર્મી સહિત 9 લોકોને કચડી માર્યા

અમગાવાદ: શહેરના એસ.જી હાઈવે પર મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 9 લોકોના કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં એક કોન્સ્ટેબલ, એક…

gujarattak
follow google news

અમગાવાદ: શહેરના એસ.જી હાઈવે પર મોડી રાત્રે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 9 લોકોના કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે. મૃતકોમાં એક કોન્સ્ટેબલ, એક હોમગાર્ડ જવાન પણ શામેલ છે. રાજપથ ક્લબ તરફથી 160 કિમીની ઝડપે આવી રહેલી જગુઆર કારે ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેના કારણે બ્રિજ પર ઊભેલા લોકો 25થી 30 ફૂટ સુધી દૂર ફંગોળાયા હતા.

અકસ્માત જોવા ઊભા રહેલા લોકોને કાર કચડ્યા
હકીકતમાં અહીં પહેલા એક થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા માટે એકઠા થયેલા લોકો પર તે જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી જગુઆર કાર ફરી વળી હતી અને 9 જેટલા લોકોને કચડી નાખ્યા હતા. મૃતકોમાં બોટાદ અને સરેન્દ્રનગરના યુવક પણ સામેલ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. કારની ટક્કર લાગતા મૃતકોના મૃતદેહ ફંગોળાઈને 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા.

કાર ચાલકને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
અકસ્માતની ઘટનામાં કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિત 9 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તો કાર ચાલકને પણ ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં કાર ચાલક વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

 

    follow whatsapp