અમદાવાદની હોટલમાં ગર્લફ્રેંડે પોતાના બોયફ્રેંડને પતાવી નાખ્યો, દીવાલે માથુ ભટકાવ્યું અને કહ્યું…

અમદાવાદ: અમદાવાદમાં હત્યાની ઘટનાઓ તો જાણે કોઈ નવીન વાત રહી જ ના હોય તેમ સતત બનતી આવે છે. લોકોમાં કાયદાનો ખૌફ કેટલો છે તે વિસ્તારમાં…

gujarattak
follow google news

અમદાવાદ: અમદાવાદમાં હત્યાની ઘટનાઓ તો જાણે કોઈ નવીન વાત રહી જ ના હોય તેમ સતત બનતી આવે છે. લોકોમાં કાયદાનો ખૌફ કેટલો છે તે વિસ્તારમાં બનતી લૂંટ, હત્યા, દુષ્કર્મ, ચોરી સહિતની ગુનાહીત ઘટનાઓ પરથી અંદાજી શકાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની એક હોટલમાં બોયફ્રેંડ અને ગર્લફ્રેંડ વચ્ચે બબાલ થઈ ગઈ અને ઝઘડામાં મગજનો પારો ગુમાવી ચુકેલી યુવતીએ પોતાના બોયફ્રેંડનું માથુ દીવાલ પર દઈ માર્યું અને પછી તો તેનું મોત થયું હતું. જોકે પ્રેમિકાએ છતા ચાલાકી અપનાવી અને પ્રેમીને ખેંચ આવી છે તેવું તરકટ રચ્યું હતું. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેણીની કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો હતો.

શું બની હતી ઘટના, પ્રેમીકાનું જુઠાંણું કેવી રીતે પકડાયું?

ઘટનાને પગલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા યોગેશસિંહ ચૌહાણ રતનપોળમાં સોના ચાંદીની દુકાન ધરાવે છે. તેમનો નાનો ભાઈ રવિકાંત જે 29 વર્ષનો છે તે 2015માં જ્યોતિ નામની યુવતી સાથે પરણ્યો હતો. તેમનો સંસાર લાંબો ચાલ્યો નહીં કારણ કે ડિલિવરી સમયે તેણીનું મોત થયું હતું. જે પછી રવિકાંત ભારતી શર્મા નામની યુવતીના પરિચયમાં આવ્યો અને તેમની વચ્ચે પ્રેમ થઈ ગયો. તેમણે લગ્ન કર્યા વગર પતિ-પત્નીની જેમ રહેવાનું એટલે કે લીવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. જોકે બંનેને સાથે રહેતા 5 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો.

બોલો, જખૌમાં રણી-ધણી વગરનું 5.47 કરોડનું ચરસ-હેરોઈન મળ્યું

દરમિયાનમાં 3 ઓગસ્ટે રવિકાંત અને ભારતી બંને ઠક્કરનગરમાં આવેલી એક હોટલમાં રોકાવા ગયા હતા. હોટલમાં બંને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો. ઉશ્કેરાઈને ભારતીએ તે વખતે રવિકાંતને ધક્કો મારી તેનું માથુ દીવાલ સાથે ભટકાવતા તેની હત્યા કરી હતી. જોકે તે રવિકાંતને બાદમાં હોસ્પિટલ સારવાર માટે લઈ ગઈ પણ ત્યાં તબીબે યુવકને મૃત હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાની જાણ રવિકાંતના ભાઈ યોગેશસિંહને થતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોતાના ભાઈને શું થયું છે તેની પૃચ્છા ભારતીને કરતા તેણે કહ્યું કે ખેંચ આવી અને બેડ પરથી નીચે પડી ગયો પછી બેભાન થઈ ગયો. જે પછી તે તેને હોસ્પિટલમાં લઈ આવી પણ અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે. જોકે આ બાજુ તેના ભાઈના શરીર પર નીશાન જોઈ યોગેશસિંહને શંકા ઊભી થી તેમણે પોલીસને જાણ કરી પોસ્ટ મોર્ટમની વિધિ થઈ ત્યારે ખબર પડી કે રવિકાંતના શરીર પર ઈજાના નિશાન હતા, અને આ ઘટના અકસ્માતની નહીં પણ હત્યાની હોવાનું બહાર આવ્યું. જેને પગલે કૃષ્ણનગર પોલીસે ભારતી સામે ફરિયાદ નોંધી તેની પુછપરછ હાથ ધરી હતી.

    follow whatsapp