અમદાવાદના માણેકબાગમાં રોંગ સાઈડમાં કાર ચલાવતી યુવતીએ બાઈકને ટક્કર મારી, યુવકનું મોત

Ahmedabad News: અમદાવાદમાં માણેકબાગમાં વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઈડમાં કાર ચલાવીને આવતી યુવતીએ બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત થઈ ગયું.…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં માણેકબાગમાં વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઈડમાં કાર ચલાવીને આવતી યુવતીએ બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત થઈ ગયું. જે બાદ યુવકના પરિજનોની અરજીને આધારે કાર ચાલક યુવતી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

માથામાં ઈજાઓ પહોંચતા યુવકનું મોત

વિગતો મુજબ, અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં કુલદીપ નામનો યુવક પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે જ સામેથી રોંગ સાઈડમાં પ્રીતિ નામની યુવતી જે કાર ચલાવીને આવી રહી હતી. તેણે બાઈકને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં કુલદીપ નીચે પડી જતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.

અકસ્માત બાદ યુવતીએ ધમકાવવાનો પ્રયાસ કર્યો!

મૃતક યુવકના પરિજનોનો આરોપ છે કે, કાર ચાલક યુવતીએ અકસ્માત બાદ પોતે આસિસ્ટન્ટ કમિશનરની દીકરી કહીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો યુવતીને પણ અકસ્માતમાં ઈજા પહોંચતા તેને પણ જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે હાલમાં મહિલા કારચાલક પ્રીતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે.

    follow whatsapp