Ahmedabad News: ગુજરાતની દીકરીએ દુનિયાભરમા ભારતનો ડંકો વગાડ્યો છે. અમદાવાદની પ્રિશા ઠક્કરે કીર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક શહેરમાં યોજાયેલી ઓપન વર્લ્ડકપમાં પાવર લિફ્ટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ધોરણ-11માં અભ્યાસ કરતી પ્રિશાએ ટ્રેનિંગ વગર જ આ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને કીર્તિમાન રચ્યો છે.
ADVERTISEMENT
ડેડલિફ્ટમાં બનાવ્યો રેકોર્ડ
કીર્ગિસ્તાનમાં ઓપન વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની વિદ્યાર્થિની ધોરણ 11ની પ્રિશા ઠક્કરે પાવર લિફ્ટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને બે-બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ચેમ્પિયનશિપમાં પ્રિશાએ 50 કિલોની ડેડલિફ્ટ મારીને રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ બાબત એ છે કે થોડા સમય પહેલા જ પ્રિશાના પગનું ઓપરેશન થયું હતું, તેમ છતાં તેણે આ ઉપલબ્ધિ હાંસેલ કરી હતી.
CMએ પાઠવી શુભકામના
પ્રિશાએ ફુલ પાવર લિફ્ટિંગ અને ઈન્ડિવિઝ્યુલ ડેડલિફ્ટમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. પ્રિશાની આ ખાસ ઉપલબ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અભિનંદન પાઠવ્યા હતા.
ADVERTISEMENT