Ahmedabad Galaxy Spa News: અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ગેલેક્સી સ્પાના સંચાલક દ્વારા બિઝનેસ પાર્ટનર યુવતીને બરહેમીપૂર્વક માર મારવાનો મામલો સામે આવ્યા બાદ લોકોમાં રોષ છે. સંચાલકે યુવતીને ઢોર માર મારીને કપડા ફાડી નાખ્યા હતા જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જે બાદ પોલીસે આરોપી મોહસીનની ધરપકડ કરી લીધી છે. આરોપીની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા
ADVERTISEMENT
સ્પામાં હતી લક્ઝુરિયસ સુવિધા
જે મુજબ, શહેરના પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પરના ગેલેક્સી સ્પા બહારથી ધાર્યા કરતા અંદરથી ખૂબ જ લક્ઝુરિયસ હતું. સ્પાની અંદર તમે ફાઈવ સ્ટાર હોટલમાં હોય તેવી અનુભૂતિ કરાવતી ખાસ સુવિધાઓ હતી. જેમાં એક નાનો સ્વિમિંગ પૂલ, બાથ ટબ સહિત હાઈફાઈ સુવિધા હતી.
મહિનાનું 1.88 લાખ ભાડું
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોહસીને સ્પા માટે સિંધુ ભવન રોડ પરની આ દુકાન ભાડે રાખી હતી. જેનું એક મહિનાનું ભાડું 1,88,500 રૂપિયા હતું. જ્યારે એક વર્ષ માટે 5,65,580 રૂપિયા ડિપોઝિટ ભરી હતી. જેનું 1 વર્ષ પૂરું થઈ ગયું હતું અને આ બાદ 7 ટકાના વધારા સાથે ભાડું આપવાનું નક્કી થયું હતું.
યુવતી અને મોહસીન બંને પાર્ટનરશીપમાં સ્પા ચલાવતા
નોંધનીય છે કે, પીડિત યુવતી છેલ્લા ચાર મહિનાથી અમદાવાદ આવી હતી. પીડિતા ગેલેક્સી સલૂનમાં મેનેજર તરીકે કામ કરતી હતી. તેની જ બાજુમાં આવેલા એસ. મીરા નામના સલૂનમાં બંનેએ ભાગીદારી કરી હતી. પીડિત મહિલા છેલ્લા ત્રણ મહિનાથી મોહસિન હુસૈન રંગરેઝ સાથે ભાગીદારીમાં કામ કરતી હતી. 24મીએ મોહસીનનો જન્મદિવસ હતો, જેના કારણે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી પૂરી થયા પછી, જ્યારે સફાઈ કરવામાં આવી રહી હતી, ત્યારે મોહસિને પીડિતાને અન્ય મહિલા સાથેની લડાઈ વિશે પૂછ્યું. જે બાદ પીડિત મહિલાએ મોહસીનને કહ્યું કે, તારે તે મહિલા સાથે શું સંબંધ છે કે તેના વિશે તું પૂછપરછ કરી રહ્યો છે. જે બાદ મોહસીન ગુસ્સામાં આવી ગયો અને તેને લાફો મારી દીધો. મોહસિને પીડિતાને માર માર્યો હતો. આ ઘટના 25મી સપ્ટેમ્બરે બની હતી.
ADVERTISEMENT