Ahmedabad: ધો.12 ફેલ યુવકે લોકોને બાટલીમાં ઉતારી NCPના નામે 2.80 કરોડનું ડોનેશન મેળવી લીધું

Ahmedabad Crime News: અમદાવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નામથી બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ડોનેશન ઉઘરાવતા એક ભેજાબાજને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.

Ahmedabad News

Ahmedabad News

follow google news

Ahmedabad Crime News: અમદાવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નામથી બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ડોનેશન ઉઘરાવતા એક ભેજાબાજને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપી યુવકે NCPના ભળતા નામથી નેચર્સ સીરિયલ પેકેજિંગ નામની કંપની બનાવી હતી અને બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે લોકો ખાતામાં ફંડ જમા કરાવતા તેમને NCP પાર્ટીની બનાવટી રસીદ પણ આપવામાં આવતી. સાથે જ ડોનેશનમાં આવતી રકમના 10 ટકા લઈને બાકીની રકમ જે-તે વ્યક્તિને પરત કરી દેતો હતો.

આ પણ વાંચો: વિરોધનો રેલો હવે ગુજરાતની બહાર પહોંચ્યો, રાજસ્થાનના રાજપૂતોએ આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ

ડોનેશન મેળવીને NCPની નકલી સ્લીપ આપતો

વિગતો મુજબ, અમદાવાદના બોટકદેવમાં રહેતા હેમાંગ શાહ NCP સાથે 5 વર્ષથી ખજાનચી તરીકે કામ કરે છે. રાજકીય પક્ષોને ડોનેશન પર 100 ટકા રિબેટ મળે છે. હેમાંગ શાહને NCPના નામથી ડોનેશન ઉઘરાવાતું હોવાની જાણ થઈ. તપાસ કરતા NCPના નામે ડોનેશન માટે સોશિયલ મીડિયામાં ફરતો બેંકનો નંબર બંધન બેંકનો હતો અને ડોનેશન લેનારે NCPના નામથી બનાવટી સ્લીપ પણ બનાવી હતી. આથી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: ભાજપની સભામાં 'રૂપાલા હાય હાય'નાં સૂત્રો લાગ્યા, પોલીસ-ક્ષત્રિયાણીઓ વચ્ચે ઝપાઝપી

86 લોકો પાસેથી 2.80 કરોડ પડાવ્યા

પોલીસની તપાસમાં વટવાથી મોહંમદ આમીર શેખ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુવક ધો.12 ફેલ છે. પૂછપરછ કતા તેણે ચૂંટણી ફંડના નામે લોકો પાસેથી ટેક્સનો લાભ આપવાની લાલચે 6 મહિનાથી એકાઉન્ટ ખોલાવ્યું હતું. અને સોશિયલ મીડિયા પર 86 જેટલા લોકો પાસેથી NCP ના નામે 2.80 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આટલું જ નહીં આરોપી NCPના નામના બનાવટી પહોંચ પણ આપતો હતો. 

    follow whatsapp