Ahmedabad News: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બંગલોમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પાર્ક કરેલી કાર અચાનક સળગવા લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયરની બે ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કારમાં અચાનક આગ કયા કારણોથી લાગી તેનું સાચું કારણ સામે આવ્યું નથી.
ADVERTISEMENT
બંગલો બહાર પાર્ક કરેલી કાર સળગી
વિગતો મુજબ, શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા આલોક બંગલોમાં રહીશોએ લાઈનમાં કાર પાર્ક કરી હતી. જેમાંથી એક કાર અચાનક સળગવા લાગી હતી. જે બાદ રહીશોએ આસપાસમાં રહેલી કારને ત્યાંથી ખસેડી લીધી હતી અને તેમની સતર્કતાના કારણે અન્ય કાર સળગતા બચી ગઈ હતી. જોકે કારમાં આગ લાગતા રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આગમાં અન્ય 3 ગાડીઓ પણ લપેટાઈ
કારમાં લાગેલી આગે આજુબાજુમાં પડેલી અન્ય 3 જેટલી ગાડીઓને પણ ઝપેટમાં લઈ લીધી હતી. આ અંગે માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ADVERTISEMENT