Ahmedabadમાં કોંગ્રેસના કાર્યાલય બહાર મારામારી, રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર થતા જ કાર્યકરો વિફર્યા

Ahmedabad News: અમદાવાદમાં કોંગ્રેસના કાર્યલય સામે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. રવિવારે 4 રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો 3 રાજ્યોમાં સફાયો થઈ ગયો. ત્યારે કોંગ્રેસના કાર્યાલય…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં કોંગ્રેસના કાર્યલય સામે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. રવિવારે 4 રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો 3 રાજ્યોમાં સફાયો થઈ ગયો. ત્યારે કોંગ્રેસના કાર્યાલય બહાર આજે જનતા વિપક્ષ ઓફ ઈન્ડિયાના કાર્યકરો પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. જેને લઈને કોંગ્રેસના કાર્યકરોએ તેમને ધક્કે ચડાવ્યા હતા અને વિરોધ કરનારા લોકોની ધોલાઈ કરી નાખી હતી.

કોંગ્રેસના કાર્યાલય બહાર ઘર્ષણના દ્રશ્યો

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય બહાર આજે બપોરે જનતા વિપક્ષ ઓફ ઈન્ડિયાના સાત જેટલા કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. હાથમાં પોસ્ટર્સ સાથે આવેલા કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયની બહાર રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરતા જ કોંગ્રેસના કાર્યકરો ગુસ્સે થઈ ગયા હતા અને વિરોધ કરતા લોકો સાથે ધક્કા મુક્કી કરીને માર માર્યો હતો. કાર્યાલયની બહાર જ ગળું પકડવા અને વાળ ખેંચવા જેવા દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે વિરોધની મંજૂરી વગર વિરોધ કરનારા જનતા વિપક્ષ ઓફ ઈન્ડિયાના કાર્યકરોની અટકાયત કરી હતી.

    follow whatsapp