અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં કોણ અસલી અને કોણ નકલી તે બાબતે બે ભૂવાઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં અક ભૂવાએ અન્ય શખ્સો સાથે મળીને બીજા ભૂવાનું અપહરણ કર્યું હતું અને તેનો જટા કાપતો વીડિયો બનાવ્યો હતો. રાહુલ ઠાકોર નામના ભુવાનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું અને મંદિરમાં લઈ જવયો હતો. બે શખ્યો પોલીસની ઓળખ આપીને તેના ઘરમાં ઘુસ્યા હતા. આક્ષેપ છે કે જટા કાપેલી વીડિયો વાઈરલ ન કરવા માટે અન્ય શખ્સોએ લાખો રૂપિયાની માંગણી કરી હતી. સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પીડિત ભુવાજીએ 6 જેટલા યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
પોલીસ હોવાનું કહીને યુવકને ઘરેથી ઊઠાવી ગયા
ઘટનાની વિગતો મુજબ, નરોડામાં રાહુલ ઠાકોર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહે છે. ગત 28મીએ રાહુલ ઘરે હતો ત્યારે રાજકોટના કીર્તિદાન દેઠા અને અન્ય બે વ્યક્તિ પોલીસની ઓળખ આપીને ઘરમાં ઘુસી આવ્યા. બાદમાં બંદુકની અણીએ તેનું અપહરણ કરીને નિકોલ મંદિરમાં લઈ ગયા હતા. અઙીં 15 જેટલા લોકો હતા તેમણે રાહુલને ‘ભૂવાના નામે પૈસા લે છે’ તેમ કહીને માર માર્યો હતો અને વીડિયો ઉતાર્યો હતો. બાદમાં રાહુલની જટા પણ કાપી નાખી હતી.
વીડિયો વાઈરલ ન કરવા 9 લાખ માગ્યા
વીડિયો ઉતાર્યા બાદ તમામે કહ્યું કે, તારા ઘર પાસે લઈ જઈને તારો વીડિયો બધાને બતાવવાનો છે, જેથી બીજાને પણ ખબર પડે. સાથે ધમકી આપી કે પોલીસ કેસ કર્યો તો તમને ઘરે આવીને મારા માણસો મારી નાખશે. પોલીસને તો હું મારા ખિસ્સામાં લઈને ફરું છું. મારું કોઈ કશું બગાડી શકશે નહીં. આ બાદ વીડિયો વાઈરલ ન કરવા માટે 9 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. રાહુલે પોતા ન હોવાથી આપવાની ના પાડતા તેને ફરી માર માર્યો હતો અને બાદમાં તમામ તેને લઈને તેના ઘરે પહોંચ્યા અને તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. સમગ્ર મામલે કીર્તિદાન, દિનેશ ભુવાજી, અનિલ ભુવાજી, ચેતન પંચાલ, હકુભા અને યોગેશ સહિતા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT