Ahmedabad માં પકડાયું ફેક વિઝા કૌભાંડ, નકલી દસ્તાવેજોથી પ્રોફાઈલ બનાવી વિઝાની ફાઈલ મૂકતા

Ahmedabad News: અમદાવાદમાં સી.જી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન નામની ઓફિસ પર સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા હતા. જેમાંથી વિદેશમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ અપાવવાના બહાને…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં સી.જી રોડ પર આવેલી હાઈટેક એજ્યુકેશન નામની ઓફિસ પર સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા હતા. જેમાંથી વિદેશમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ અપાવવાના બહાને અલગ-અલગ યુનિવર્સિટીની ખોટી માર્કશીટ, નકલી સિક્કા તથા દસ્તાવેજોનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. ખોટા દસ્તાવેજો અને કંપનીના એક્સપિરિયન્સ લેટર પેડ તથા સિક્કાના આધારે ઉમેદવારની પ્રોફાઈલ બનાવાતી હતી. આ માટે લાખો રૂપિયા વસૂલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર કૌભાંડમાં જીગર શુક્લ અને નિરવ મહેતા નામના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

એજ્યુકેશન સંસ્થામાં નકલી સર્ટિફિકેટ-સિક્કા મળ્યા

ગુજરાતમાંથી યુવાનો મોટી સંખ્યામાં વિદેશ જઈ રહ્યા છે. એવામાં લેભાગુ તત્વો સક્રિય થયા છે અને બોગસ વિઝા આપીને છેતરપિંડી આચરવાના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સીઆઈડી ક્રાઈમની ટીમે 15 ડિસેમ્બરે સી.જી રોડ પરની હાઈટેક એજ્યુકેશન સંસ્થામાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી બે વ્યક્તિની ધરપકડ બાદ આરોપીઓને સાથે રાખીને સર્ચ કરતા પોલીસને ઘણી કંપનીઓના એક્સપિરિયન્સ લેટર પેડ તથા યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ મળી આવી હતી. મોટાભાગની માર્કશીટ છત્તીસગઢની યુનિવર્સિટીની હોવાનું સામે આવ્યું હતું.

ફેક પ્રોફાઈલ બનાવી વિઝા મેળવતા

નકલી ડોક્યુમેન્ટના આધારે ઉમેદવારની ફેક પ્રોફાઈલ ઊભી કરાતી અને બાદમાં વિઝા માટે તેમની ફાઈલ મૂકવામાં આવતી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ કરીને નકલી દસ્તાવેજો ક્યાંથી લાવ્યો અને કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે મામલે તપાસ શરૂ કરી છે.

    follow whatsapp