Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં સસ્તામાં ઘરનું ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આજથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીના આવાસો માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ ભરવા માટે અરજદારે https://ewsapplicationform.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પર જઈને પોતાની તમામ માહિતી ભરવાની રહેશે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે.
ADVERTISEMENT
આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો
- અરજદારનો ફોટો
- અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
- આવકનો દાખલો
- અરજદારની બેન્ક કેન્સલ ચેક
- ઓળખ પુરાવો
- રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
- અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
- BPL કાર્ડની કોપિ
- સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)
આ પણ વાંચો: Gujarat Titans ના ધાકડ ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત, IPL પહેલા લીધો મોટો નિર્ણય
કોણ કરી શકે મકાન માટે અરજી?
આર્થિક રીતે નબળા અને વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા કુંટુંબ માટે EWS-2 આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે.
કેટલી હશે મકાનની કિંમત?
EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે.
આ પણ વાંચો: સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડ જેવી ઘટના, પાગલ પ્રેમીએ પ્રેમિકાને ગુપ્ત ભાગમાં છરીના ઘા માર્યા
આવાસ યોજનામાં શું સુવિધાઓ મળશે?
સરકારની જાહેરાત મુજબ, આ આવાસ યોજનામાં આકર્ષક એલિવેશન, વિટ્રીફઆઈડ ટાઈલ્સ, મુખ્ય દરવાજામાં બન્ન બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ, પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, પરકોલેટીંગ વેલ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, સોલાર પેનલ, પાઉડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ, કેમ્પસમાં આર.સી.સી રસ્તા, ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ, સ્ટ્રીટ લાઈટ તથા પીએનજી કનેક્શન મળશે.
ADVERTISEMENT