ICC World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ મેચમાં હુમલાની ધમકી, આતંકી પન્નૂ સામે અમદાવાદમાં નોંધાઈ ફરિયાદ

ICC ODI World Cup 2023 News: અમદાવાદમાં આગામી 5મી ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા ખાલિસ્તાની સંગઠન શીખ ફોર…

gujarattak
follow google news

ICC ODI World Cup 2023 News: અમદાવાદમાં આગામી 5મી ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે આતંકી હુમલો કરવાની ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં ફ્લાયઓવરની દિવાલો દેખાઈ રહી છે અને દિવાલો પર ભારત વિરોધી અને

સાયબર ક્રાઈમમાં આતંકી વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં શીખ ફોર જસ્ટીસના વડા ગુરપતવંત પન્નુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પન્નુએ અમદાવાદમાં વર્લ્ડકપના ઉદ્ધાટન મેચમાં આતંકી હુમલાની ધમકી આપી હતી. તેનો વીડિયો વાઈરલ થયા બાદ અમદાવાદ શહેર પોલીસે અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે કરવામાં આવતા ધમકીભર્યા કોલની નોંધ લીધી હતી. પન્નુ ઘોષિત આતંકવાદી છે. તેનો ઈરાદો નફરત ફેલાવવાનો અને દેશની અખંડિતતા અને સુરક્ષા સામે લોકોને ઉશ્કેરવાનો છે.

વીડિયોમાં શું કહી રહ્યા છે પન્નુ?

વીડિયોમાં પન્નુ “દિલ્હી બને ખાલિસ્તાન” કહેતા જોવા મળી રહ્યા છે, આ સાથે તેણે કહ્યું કે ખાલિસ્તાન સમર્થકો કેનેડાથી દિલ્હી પહોંચ્યા છે અને સંસદ તેમના મિશનનો ભાગ છે. પન્નુએ વીડિયોમાં કહ્યું કે, નિજ્જરની હત્યા માટે પીએમ મોદી જવાબદાર છે અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. અમારો ટાર્ગેટ ICC વર્લ્ડ કપ મેચ હશે. નોંધનીય છે કે આ પહેલા પન્નુએ જી-20 સમિટ દરમિયાન પણ ધમકી આપી હતી. આ સમયગાળા દરમિયાન, દિલ્હીના ઘણા મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસને આ વીડિયો વિશે જાણકારી મળી તો તેમણે સંસદની નજીકના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી, જો કે આ દરમિયાન કંઈ મળ્યું નહીં. વીડિયોની તપાસ બાદ સામે આવ્યું છે કે ઉત્તર દિલ્હીની દિવાલો પર આ સૂત્રો લખવામાં આવ્યા છે.

 

    follow whatsapp