Ahmedabad Crime News: અમદાવાદમાં ઝડપાયો કરોડપતિ ચોર, માત્ર ફરવા માટે 100થી વધુ ટુ-વ્હીલર ચોરી કર્યા

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવા ચોરની ધરપકડ કરી છે જે પહેલેથી જ કરોડપતિ છે. કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં 100થી વધુ ટુ-વ્હીલરની…

gujarattak
follow google news

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક એવા ચોરની ધરપકડ કરી છે જે પહેલેથી જ કરોડપતિ છે. કરોડો રૂપિયાની મિલકત હોવા છતાં 100થી વધુ ટુ-વ્હીલરની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. આ ચોરે સમગ્ર રાજ્યમાં એક્ટિવા ચોરીને અંજામ આપ્યો હતો. આટલું જ નહીં ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી 41થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને 4.70 લાખના વાહનો કબજે કર્યાં છે. કબજે કરેલા વાહનોથી ક્રાઈમ લખીને એક વીડિયો પણ બનાવ્યો છે.

કરોડપતિ વાહન ચોર પાસેથી 30 એક્ટિવા જપ્ત કરાયા

સમગ્ર વિગતોની વાત કરીએ તો, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ મિલકત ચોરીના ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને આ કરોડપતિ ચોર અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને દાણિલીમડા-પીરાણા કચરાના ઢગલાની સામે સોમનાથ મહાદેવ મંદિર તરફ જતાં રોડની જમણી બાજુએ સ્થિત ખુલ્લી જગ્યામાંથી મુળ રાજસ્થાનના હિતેશ જૈન નામના વાહનચોર આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે તેની પાસેથી 4.70 લાખની કિંમતના 30 એક્ટિવા કબજે કર્યા હતાં. હિતેશ જૈન આ એક્ટિવામાંથી બેટરી સહિતના સાધનો કાઢીને વેચતો પણ હતો.

આ પણ વાંચો: Crime Latest News : Ahmedabadમાં લુખ્ખા તત્વો બેફામ, છરીથી હુમલો, પિસ્તોલથી ધમકી, આસામાજિક તત્વોનો આતંક

આરોપીના 2 કરોડથી વધુની કિંમતના બે મકાન છે

પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, અમદાવાદમાં વાહન ફેરવવા તેના મોજશોખ માટે તે એક્ટિવાની ચોરી કરતો હતો. પકડાયેલો આરોપી વર્ષ 2016થી વાહન ચોરીના રવાડે ચઢ્યો હતો. તેના શાહીબાગ વિસ્તારમાં બે મકાન છે, જેમાં એક મકાનની કિંમત 1 કરોડ 20 લાખ આસપાસ છે જ્યારે અન્ય મકાનની 80 લાખ આસપાસ છે. આરોપીના એક મકાનનું દર મહિને 12 હજાર રૂપિયા ભાડુ પણ આવે છે છતાં તે આ ગુના આચરતો હતો. તેને ફરવા માટે વાહનની જરૂર હતી અને તે કોઈ કામધંધો નહોતો કરતો. આથી જ્યાં પણ એક્ટીવા દેખાય ત્યાંથી ડુપ્લીકેટ ચાવીથી એક્ટીવા ચોરી કરીને ફરતો હતો. માત્ર 3 મીનીટમાં આ આરોપી કોઈ પણ એક્ટીવાને ચોરી કરી ફરાર થઈ જતો હતો.

આ પણ વાંચો: અમદાવાદમા ગઢડાના એસ.પી સ્વામીની કારનો અકસ્માત, ટ્રાફિક બુથમાં ઘુસી ગઈ કાર

ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવા ચોરીને શહેરમાં ફરતો

આરોપીને કોઇ પણ વિસ્તારમાં જવુ હોય તો તેની આસપાસ પાર્ક કરેલી એક્ટીવા ચોરી કરી તેમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પૂરૂ થતા તે એક્ટીવા અવાવરૂ જગ્યાએ મુકી દેતો હતો. પછી ત્યાંથી અન્ય એક્ટીવાની ચોરી કરતો હતો. આરોપીએ આજ સુધી ચોરી કરેલી કોઈ પણ એક્ટીવા કોઈને વેંચી નથી. આરોપી વાહન ચોરી સિવાય અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તેમજ તેની સાથે ગુના આચરવામાં બીજુ કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની વધુ તપાસ પોલીસે હાલમાં હાથ ધરી છે. ખાસ છે કે આરોપી હિતેશ જૈન અગાઉ પાસા હેઠળ સુરત અને પોરબંદરની જેલમાં સજા ભોગવી ચૂક્યો છે.

(અતુલ તિવારી, અમદાવાદ)

    follow whatsapp