દિલ્હીથી મોંઘી કાર ચોરીને ગુજરાતમાં વેચાનું કૌભાંડ ઝડપાયું, ફ્લાઈટથી કાર લેવા જતો આરોપી

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલા દિલ્હીથી કાર ચોરીને ગુજરાતમાં વેચાવાના કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. જે મામલે તપાસ બાદ હવે ચોંકાવનારા ખુલાસા સામે…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલા દિલ્હીથી કાર ચોરીને ગુજરાતમાં વેચાવાના કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. જે મામલે તપાસ બાદ હવે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાંથી મોંઘી લક્ઝુરીયસ કાર ચોરી કરીને તેને ગુજરાતમાં વેચવાનો કૌભાંડ ઝડપ્યું છે. જેમાં અમદાવાદના બે લોકોની મુખ્ય ભૂમિકા સામે આવી છે.

દિલ્હીથી કાર ચોરી ગુજરાતમાં વેચાણ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી મુજબ, રમેશ ગોહિલ નામના યુવકની ક્રેટા સાથે ધરપકડ કરાઈ છે. તેની પૂછપરછમાં જણાયું કે, રવિ સોલંકી અને ઈલિયાસ ઘડિયાલી બંને કાર લે-વેચનો ધંધો કરે છે. તેની સાથે 5 મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. રવિ અને ઈલિયાસ દિલ્હીથી આમિર ખાન નામના વ્યક્તિ પાસેથી ચોરીની કાર મેળવતા અને તેને ગુજરાતમાં લાવી અલગ અલગ જગ્યાએ વેચતા હતા. આ માટે રવિ ફ્લાઈટમાં દિલ્હી જતો અને ત્યાંથી ચોરી કરેલી કારને ગુજરાત લઈને આવતો.

લક્ઝુરીયસ કાર પર હાથ સાફ કરતા

આરોપીઓ ક્રેટા, ફોર્ચ્યુનર તથા કિઆ સેલ્ટોસ જેવી કારને ચોરીને ગુજરાત લાવ્યા હતા અને આ કારને અલગ-અલગ જગ્યાઓ પર વેચી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત 43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી કારની ડિલ થાય ત્યારે 60 ટકા એડવાન્સ લેતા અને બાકીની 40 ટકા રકમ NOC મળી ગયા બાદ આપવાનું કહેતાય. જોકે કારના વેચાણ બાદ ખરીદનારને NOC આપતા નહોતા. હાલમાં પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે અને રવિ સોલંકી તથા ઈલિયાસની શોધખોળ હાથ ધરી છે.

    follow whatsapp