Ahmedabad: અમેરિકાથી આવેલા પાર્સલમાં 3.5 કરોડનું ડ્રગ્સ મળ્યું, બાળકોના રમકડાંની આડમાં ડ્રગ્સની હેરાફેરી

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમેરિકાથી અમદાવાદ આવેલા શંકાસ્પદ પાર્સલની અટકાયત કરીને પાસ પરમિટ વગરના 58 અનધિકૃત પાર્સલ અને 11.601 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.48 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

પકડાયેલા ડ્રગ્સની તસવીર

Ahmedabad News

follow google news

Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમેરિકાથી અમદાવાદ આવેલા શંકાસ્પદ પાર્સલની અટકાયત કરીને પાસ પરમિટ વગરના 58 અનધિકૃત પાર્સલ અને 11.601 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.48 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ડાર્ક વેબ પરથી મગાવેલું ડ્રગ્સ મળ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને OPMS ગોલ્ડ લિક્વિડ KROTOM EXTRACT 8.8 ML ની ​​60 શીશીઓ પણ મળી આવી છે. જેની કિંમત 72,000 રૂપિયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં ડાર્ક વેબ પરથી મંગાવવામાં આવેલ હાઇબ્રિડ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં રમકડાંમાંથી હાઇબ્રીડ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર કસ્ટમ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચને મળેલા ઈનપુટને કારણે તપાસ કરતાં અમેરિકા, યુકે, કેનેડાથી આવતા પાર્સલ મળી આવ્યા હતા. જેમાં લિક્વિડ અને હાઇબ્રિડ દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ કન્સાઈનમેન્ટ રીસીવર સુધી પહોંચે તે પહેલા જ 3.48 કરોડની કિંમતનું 11.601 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

બાળકોના રમકડામાં છુપાવેલું હતું ડ્રગ્સ

અમેરિકા, યુકે અને કેનેડાથી ડાર્ક વેબના માધ્યમથી લિક્વિડ અને હાઈબ્રિડ ડ્રગ્સ જેવા નશીલા પદાર્ષ બાળકોના રમકડામાં છુપાવીને મોકલાઈ રહ્યા હતા. બાળકોના ડાયપર, તીથર ટોય, જેટ-પ્લેન ટ્રેક, ટૂલ કીટ, સ્પાઈડરમેન બોલ, સ્ટોરી બુક્, ફોટો ફ્રેમ, ચોકલેટ, જેન્ટ્સ જેકેટ, લેડિસ ડ્રેસ, લંચબોક્સ, સ્પીકર, બેગ વગેરેમાં છુપાવીને આ ડ્રગ્સ મોકલાયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા 58 પાર્સલ જપ્ત કર્યા છે.

પાર્સલ કોના નામનું હતું તેની તપાસ શરુ

ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી મુજબ આ પહેલા પણ રમકડામાં છુપાવીને ડાર્ક વેબ, ટેલીગ્રામ દ્વારા ઓર્ડર કરીને લિક્વિડ અને હાઈબ્રિડ ડ્રગ્સ પાર્સલ દ્વારા મોકલવામાં આવ્યું છે. તેની તપાસ કરતી વખતે 3.48 કરોડ રૂપિયાની લિક્વિડ અને હાઇબ્રિડ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે, આ પણ તેનો જ એક ભાગ છે. સ્નિફર ડોગ્સની મદદથી 58 પાર્સલની ઓળખ કરવામાં આવી હતી. હાલમાં આ પાર્સલ માટે કોઈ રીસીવર આગળ આવ્યું નથી. આ પહેલા પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા પાર્સલની તપાસ શરૂ કરી છે.

    follow whatsapp