અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી 500 કરોડનું ડ્રગ્સ પકડ્યું, ફેક્ટરીમાં 3 પ્રકારના ડ્રગ્સ મળ્યા

Ahmedabad Crime Branch: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઔરંગાબાદ સ્થિત ફેક્ટરીમાંથી 500 કરોડ રૂપિયાના કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ…

gujarattak
follow google news

Ahmedabad Crime Branch: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઔરંગાબાદ સ્થિત ફેક્ટરીમાંથી 500 કરોડ રૂપિયાના કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈ દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ડ્રગ્સ કેસમાં હાથ ધરાયેલ મેગા ઓપરેશન સફળ રહ્યું હતું.

ઔરંગાબાદની ફેક્ટરીમાં દરોડા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાં કોકેઈન, કેટામાઈન અને MD ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે DRIની મદદ લીધી હતી. એક્શન પ્લાન મુજબ બંને ટીમો ઔરંગાબાદ પહોંચી અને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં તપાસ શરૂ કરી. ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈએ ત્રણ અલગ-અલગ કંપનીઓને પકડી પાડી જેમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. તપાસ દરમિયાન ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ફેક્ટરીમાં 500 કરોડનું ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈએ રૂ.200 કરોડનું ડ્રગ્સ અને રૂ.300 કરોડનો કાચો માલ મળી કુલ રૂ.500 કરોડનો માલ જપ્ત કર્યો છે. આ ફેક્ટરીમાં બનતું ડ્રગ્સ દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવતું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાલમાં જ્યાંથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું તેની તપાસમાં વ્યસ્ત છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાયા બાદ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.

    follow whatsapp