અમદાવાદઃ અમદાવાદ પોલીસે હથિયાર વેચાણનું રેકેટ પકડી પાડ્યું છે. બે શખ્સો રફિક શેખ અને નવાબ ખાન પઠાણને અમદાવાદમાંથી ઝડપી પાડીને તેમની પાસેથી 9 હથિયાર પણ જપ્ત કરી લીધા છે. ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાનું ષડયંત્ર ચાલતું હતું જે પોલીસે ઝડપી પાડ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વાર પોતાના સ્ટાફને મળેલી માહિતી અનુસાર 35 વર્ષીય આરીફ ખાન પઠાણની પાસેથી એક પિસ્તોલ અને છ કારતૂસ ઝડપી હતી જ્યારે 50 વર્ષીય રફિક અહેમદપુર પંચોલી ઉર્ફે તિલ્લી ગુલામ અહેમદ શેખ પાસેથી ત્રણ નંગ હથિયાર અને 75 હજાર રોકડા મળી કુલ 1.26 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. પોલીસે આ બંનેને કાલુપુર અને દરિયાપુરમાંથી પકડી પાડ્યા છે. પોલીસે હવે તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેમદાવાદઃ યુવતીએ કરેલી છેડતીની ફરિયાદ પર કડક કાર્યવાહી થઈ હોત તો આજે જીવતી હોત?
શું છે ગુનાહિત ઈતિહાસ
આ બંને આરોપીઓ સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાનમાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે રફીક અહેમદપુર પંચોલી સામે અગાઉ પણ ગુનો નોંધાયેલો છે. તે 1999માં કાલુપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. આ બાજુ વેજપુર પોલીસ મથકે લૂંટના ગુનાઓ, જુગારમાં પણ પકડાઈ ચુક્યો છે. આ બાજુ અસલમ વર્ષ 2010માં શાહપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક મારામારીના ગુનામાં પણ પકડાયો હતો.
ADVERTISEMENT