Ahmedabad News: જાણીતા લોકો ગાયક કલાકાર અને ભાજપના નેતા વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા વિરુદ્ધ અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી હોવાની માહિતી સામે આવી છે. આ ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં (Odhav police station) નોંધાઈ હોવાની વિગત છે. મળતી માહિતી અનુસાર, દિનેશ દેસાઇ નામના જમીન દલાલની ઓફિસ પર 30થી વધુ લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને દિનેશ દેસાઈએ વિજય સુવાળા સહિત 30થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં 13 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટોળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
30થી વધુ લોકો સામે ફરિયાદ
ઓઢવ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને પછી રાતો રાત ભાજપમાં આવી ગયેલા જાણીતા લોક ગાયક વિજય સુવાળા, તેમના ભાઈ યુવરાજ સુવાળા, સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, રેન્ચુ શેઠ, વિક્કી, રાજુ રબારી, દિલીપ ઠાકોર, જયેશ દેસાઈ, ભાથીભા, જિગર ભરવાડ સહિત 30થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
તે મારા માણસો ન હતા : વિજય સુવાળા
આ મામલે વિજય સુવાળાની પ્રતિક્રિયા સામે આવી છે. વિજય સુવાળાનું કહેવું છે કે, તે માણસો મારા ન હતા. મારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જોકે, વિજય સુવાળાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટોળાને હથિયાર સાથે જોઈ શકાય છે.
પહેલા મિત્ર બાદમાં દુશ્મની કેમ?
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ દિનેશ દેસાઈ અને વિજય સુવાળા ખાસ મિત્રો હતા, પરંતુ વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું હતું, જેના કારણે સંબંધ તેમણે તોડી નાખ્યો હતો. વર્ષ 2020માં વિજય અને દિનેશ વચ્ચે ક્યા કારણોસર બબાલ થઇ હતી, તે મામલે પણ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.
(માહિતી અપડેટ થઈ રહી છે)
ADVERTISEMENT