Ahmedabad: કોલેજ પ્રોફેસરે 75 વર્ષની માતાનું ગળું કાપીને હત્યા કરી, પછી પોતે પણ આપઘાત કરી લીધો

Ahmedabad Crime News: અમદાવાદના પાલડીમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષના અપરિણીત પુત્રએ માતાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. સવારે પડોશીઓએ પોલીસને ઘટનાની જાણ કરી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી.

પુત્ર અને માતાની તસવીર

Ahmedabad News

follow google news

Ahmedabad Crime News: અમદાવાદના પાલડીમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષના અપરિણીત પુત્રએ માતાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. સવારે પડોશીઓએ પોલીસને ઘટનાની જાણ કરી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઘટના સ્થળે પહોંચી એફએસએલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી.

કોલેજ પ્રોફેસરે માતાની હત્યા બાદ કરી આત્મહત્યા!

75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરનાર 42 વર્ષનો પુત્ર મૈત્રેય ભગત અપરિણીત હતો અને છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. મૈત્રેય અમદાવાદની GLS કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. પરિવારમાં એક 46 વર્ષની બહેન છે જેના લગ્ન સુરતમાં થયા છે. પિતા ડોક્ટર હતા, જેનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. પાલડીમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટના બીજા માળે મકાન નંબર 4માં 42 વર્ષનો પુત્ર તેની 75 વર્ષીય માતા સાથે એકલો રહેતો હતો.

અપરિણીત પુત્ર થોડા સમયથી ઉદાસ હતો

માતાની હત્યા બાદ પુત્રએ આત્મહત્યા કરી હોવાની વાત સાંભળીને પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આજતક સાથે વાત કરતા પડોશીઓએ જણાવ્યું કે, દત્તા ભગત એક સારી અને હિંમતવાન મહિલા હતી. પોતાના દીકરા સાથે એકલા હસી ખુશીથી રહેતા હતા. પાછલા અઠવાડિયે કિટી પાર્ટીમાં અમારી સાથે હાજર હતા. તેમનો પુત્ર અર્થશાસ્ત્રનો પ્રોફેસર હતો. પરંતુ મૈત્રેયના લગ્ન થયા ન હતા, તેને થોડા સમય પહેલા સ્ટેન્ટ લગાવવામાં આવ્યું હતું. તે થોડો ઉદાસ રહેતો. પરંતુ પરિવારમાં ક્યારેય માતા અને પુત્ર વચ્ચે કોઈ દલીલ સાંભળી નથી.

સવારથી ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીઓને ગઈ શંકા

પડોશીઓએ જણાવ્યું હતું કે, ગત રાત્રે 8 વાગે દત્તા ભગતના ઘરે કામવાળો વ્યક્તિ પણ આવ્યો હતો. પરંતુ આજે સવારે 7 વાગ્યા સુધીમાં દરવાજે તેમનું ન્યૂઝપેપર અને દૂધ પડેલું જોઈને અમે તેમને રાબેતા મુજબ ફોન કર્યો હતો પરંતુ ઘરમાંથી કોઈ જવાબ ન આવતા અમે બંનેને ફોન કર્યો હતો, જે કોઈ રિસીવ કરતું ન હતું. અંતે દરવાજો ન ખૂલતાં મેં સામેના ઘરની ગેલેરીમાંથી જોયું તો દરવાજાનો અંદરથી બંધ હતો. જે બાદ બધાએ મળીને દરવાજો ખોલ્યો તો બારીથી મૃતદેહો જોવા મળ્યા. જે બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે FSLની મદદથી તપાસ શરૂ કરી

આ ઘટનાની ગંભીરતા જોતા એસીપી, ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અમદાવાદ સિટી ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, મૃતકે ગઈકાલે રાત્રે 8 વાગ્યે તેના મામા સાથે ફોન પર વાત કરી હતી. ત્યાર બાદ રાત્રે મૈત્રેયે અંદરના રૂમમાં રસોડાની છરી વડે માતાનું ગળું કાપીને હત્યા કરી હતી અને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ મામલે કોઈ અંતિમ નિર્ણય પર આવવું બહુ વહેલું ગણાશે. પાડોશીઓએ પોલીસને હત્યા અને આત્મહત્યાની માહિતી આપી હતી. જે બાદ પોલીસે એફએસએલ ટીમની મદદથી તપાસ શરૂ કરી છે. બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ માત્ર હત્યા અને આત્મહત્યા નથી પરંતુ અમને જે પણ રિપોર્ટ મળશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp