Ahmedabad News: ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસના કારણે કોઈ વ્યક્તિએ જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં પોલીસને ફરિયાદ મળી હતી કે 10 લાખ ઉધાર લેનાર કાફેના સંચાલકે 25 લાખ ભર્યા બાદ પણ વ્યાજખોર દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતું હતું. કાફે સંચાલકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે 6 જેટલા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
21 વર્ષીય યુવક વ્યાજખોર સામે બન્યો લાચાર
મળતી માહિતી અનુસાર, દેવ પટેલ નામનો 21 વર્ષીય યુવક બોપલમાં કાફે ચલાવતો હતો. જેને કાફે ખોલવા માટે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે વ્યાજખોરોએ 21 વર્ષના દેવ પટેલ પાસેથી 25 લાખ વસુલી લીધા હતા. તેમ છતાં પણ અન્ય 60 લાખ રૂપિયા વસૂલવા માટે સતત માનસિક ત્રાસ આપતા યુવકે નિરાશ થઇ આપઘાત કરવાની કોશીશ કરી છે. ગળા ફાંસો ખાતા પિતાએ તેમણે બચાવી લીધો અને પોલીસને આ બાબતે જાણ કરી હતી.
અત્યાર સુધીમાં છ લોકો સામે ગુનો દાખલ
આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ધવલ પંડિત, મુકેશ ગાંધી, મેહુલ બારોટ સામે ગુનો નોધ્યો અને તે સિવાય પૃથ્વીરાજસિંહ વાધેલા, મનુ રબારી અને મૌલિક રાવલ નામના શખ્સો સામે પણ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તપાસ હાથ ધરી ધવલ પંડિત નામના આરોપીની ધરપકડ કરી છે. બોપલ પોલીસે ધવલ પંડિતની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ADVERTISEMENT