અમદાવાદના બોપલમાં ટોમેટોસ રેસ્ટોરન્ટની મોટી બેદરકારી, ગ્રાહકને વેજ ઓર્ડરમાં નોનવેજ ભોજન પીરસી દીધું

Ahmedabad News: અમદાવાદમાં બોપલમાં જાણીતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જમવા માટે વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જોકે જમતા સમયે ભોજનમાં કંઈક શંકાસ્પદ…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં બોપલમાં જાણીતી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જમવા માટે વેજ મેક્સિકન હોટપોટનો ઓર્ડર આપ્યો હતો. જોકે જમતા સમયે ભોજનમાં કંઈક શંકાસ્પદ લાગ્યું. ચેક કરતા ભોજનમાં ચીકનના પીસ નીકળ્યા હતા. પરિવાર સાથે ડીનર માટે ગયેલા યુવકને રેસ્ટોરન્ટ સ્ટાફ દ્વારા નોનવેજ ભોજન પીરસી દેવાતા તેના હોશ ઊડી ગયા હતા. આ અંગે મેનેજરને વાત કરતા તેણે પણ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું. જોકે સ્ટાફ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે યુવકે AMCમાં ફરિયાદ કરી છે.

બોપલની હોટલમાં જમવા ગયો હતો યુવક

શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ટોમેટોસ રેસ્ટોરન્ટમાં રવિવારે રાત્રે મિત રાવલ નામનો યુવક પરિવાર સાથે જમવા માટે ગયો હતો. જ્યાં તેમણે વેજ મેક્સિકન હોટપોટ, ચોકલેટ ટ્રફલ, દાલ મખની, પરાઠા-રાઈસ અને ગુલાબજાંબુ મગાવ્યા હતા. આ ઓર્ડર માટે 1926 રૂપિયા બીલ ચૂકવ્યું હતું. આ બાદ બધાએ જમવાનું શરૂ કરતા તેમને કંઈક શંકાસ્પદ લાગ્યું અને ચેક કરતા મેક્સિકન હોટપોટમાંથી ચીકનના પીસ નીકલ્યા હતા. જે જોઈને બધા ચોંકી ગયા હતા. આ અંગે મીતે જ્યારે ફરિયાદ કરી તો મેનેજરે ભૂલ સ્વીકારી હતી. પરંતુ માલિક સાથે વાત કરાવવાનું કહેતા ગોળ ગોળ વાતો કરવા લાગ્યા હતા.

ગંભીર બેદરકારી છતાં સ્ટાફનો ગોળ ગોળ જવાબ

ગુજરાત તક સાથે વાત કરતા મીત રાવલે જણાવ્યું કે, અમે ઓર્ડર આપતા પહેલા ચારથી પાંચ વખત કહ્યું હતું કે ઓર્ડર વેજ રાખજો. છતાં આટલી મોટી રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ભૂલ સામે આવ્યા બાદ પણ સ્ટાફે 1 કલાક સુધી કોઈ સરખો જવાબ જ નહોતો આપ્યો. મેનેજર પાસે હોટલ માલિક સાથે વાત કરાવવાનું કહેતા તેમાં પણ ના પાડી દીધી. મેં આ અંગે AMCના પોર્ટલમાં ફરિયાદ કરી છે.

    follow whatsapp