Ahmedabad: બોપલમાં બિલ્ડરની કાર રોકી લાકડી-પાઈપોથી હુમલો, 2 રાઉન્ડ ગોળીબાર થતા નાસભાગ

Ahmedabad News: અમદાવાદના બોપલમાં મોડી રાત્રે જાહેર રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 10 જેટલા શખ્સોએ લાકડી-પાઈપો લઈને બિલ્ડરની ગાડીને ઘેરી લીધી હતી અને હુમલો કરી દીધો હતો.

Ahmedabad News

બિલ્ડરની કાર પર હુમલો

follow google news

Ahmedabad News: અમદાવાદના બોપલમાં મોડી રાત્રે જાહેર રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. 10 જેટલા શખ્સોએ લાકડી-પાઈપો લઈને બિલ્ડરની ગાડીને ઘેરી લીધી હતી અને હુમલો કરી દીધો હતો. જે બાદ સ્વ બચાવમાં બિલ્ડરે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ અને નાસભાગની સમગ્ર ઘટના સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે સામે આવી છે. 

આ પણ વાંચો: કોલકાતા એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, Indigo અને Air India ના વિમાનો એકબીજા સાથે અથડાયા

બોપલમાં જાહેર રોડ પર ફિલ્મો દ્રશ્યો

અમદાવાદના બોપલ સ્થિત મેરિગોલ્ડ રોડ પર બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની રોક રોકીને લાકડી અને પાઈપોથી હુમલો કરી દીધો હતો. વિગતો મુજબ, ધંધુકાના રહેનાર 10 જેટલા હુમલાખોરોએ બિલ્ડરની કાર પર હુમલો કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જોકે સ્વ બચાવમાં બિલ્ડરે પણ રિવોલ્વર કાઢી હતી અને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું હતું. સમગ્ર ઘટના આ બાદ બોપલ પોલીસ સુધી પહોંચી હતી. હાલમાં બંને પક્ષો તરફથી આ મામલે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. 

આ પણ વાંચો: 'જેને ઘરમાં પત્ની પાણી પણ નથી પીવડાવતી તે અમને સલાહ આપે છે', નીતિન પટેલે વિરોધીઓને લીધા આડેહાથ

બિલ્ડરની કાર પર લાકડી-પાઈપોથી હુમલો

મોડી રાત્રે જાહેર રોડ પર બનેલી સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં જોઈ શકાય છે કે, બિલ્ડરની સફેદ કાર સ્થળ પરથી ભાગવા જતા એક કાળા રંગની કાર આવીને તેને આંતરીને ઊભી રહી જાય છે. પાછળથી કેટલાક યુવકો લાકડી અને પાઈપો લઈને આવે છે અને કાર પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, દરમિયાન બિલ્ડર કાર રિવર્સ લઈને ત્યાંથી ભાગવામાં સફળ રહે છે. 

    follow whatsapp