અમદાવાદમાં BJPના મહિલા કોર્પોરેટરને પક્ષના જ કાર્યકરો હેરાન કરે છે, વોર્ડમાં જવા પોલીસ બંદોબસ્ત લેવો પડ્યો

Ahmedabad News: અમદાવાદમાં ભાજપના જ મહિલા કોર્પોરેટરને પક્ષના કાર્યકરો તરફથી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં પોતાના વિસ્તારમાં જવા માટે પણ તેમને…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં ભાજપના જ મહિલા કોર્પોરેટરને પક્ષના કાર્યકરો તરફથી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં પોતાના વિસ્તારમાં જવા માટે પણ તેમને પોલીસ પાસેથી પ્રોટેક્શન માગવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા અઢી વર્ષથી મહિલા કોર્પોરેટરને સ્થાનિક વોર્ડ સ્તરના હોદ્દેદારો તરફથી હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ મામલે સી.આર પાટીલને પણ ફરિયાદ મહિલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

માતાજીની પલ્લીમાં જવા પોલીસ બંદોબસ્ત લેવો પડ્યો

અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર વૈશાલી ભટ્ટે નરોડામાં નીકળેલી માતાજીની પલ્લીમાં હાજરી આપવા પણ પોલીસ બંદોબસ્ત માગવો પડ્યો. પોલીસકર્મી અને કાર્યકરો સાથે તેઓ પલ્લીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ખાસ છે કે તેમના જ વોર્ડના ભાજપના હોદ્દેદારો દ્વારા તેમને હેરાનગતિ કરવામાં આવતા મહિલા કોર્પોરેટરને પોલીસ પાસે રક્ષણ માગવું પડે છે.

આ અંગે ગાંધીનગરમાં સી.આર પાટીલ સુધી ફરિયાદ પહોંચતા ભાજપે સ્થાનિક કાર્યકરોને નોટિસ આપી છે અને તેમની સામે પગલા ભરવામાં આવશે. ત્યારે ભાજપમાં આંતરિક જૂથવાદનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. આ પહેલા ભાજપમાં જામનગરથી લઈને રાજકોટ અને સુરત સુધી આંતરિક વિખવાદ સામે આવી ચૂક્યો છે. તેવામાં હવે કોર્પોરેટરને પોતાના વોર્ડમાં જવા માટે પણ પોલીસ બંદોબસ્ત લેવો પડે તેવી સ્થિતિ અમદાવાદમાં સર્જાતા આ આંતરિક વિખવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

    follow whatsapp