Ahmedabad News: શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વચ્ચે શહેરના ચંડોળા વિસ્તારમાં રીક્ષાનો વિચિત્ર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં રોડ પર દોડતી રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી. જોકે સદનસીબે ચાલકનો બચાવ થયો હતો.
ADVERTISEMENT
ચંડોળા વિસ્તારમાં પેટ્રોલ પાસે એક અજબ ગજબ અકસ્માતની ઘટના સામે આવી હતી. ગુરુરુવારના રોજ એક રીક્ષા ચાલક રસ્તા પર પોતાની રીક્ષા ચલાવી રહ્યો હતો. ત્યારે અચાનક રીક્ષા હવામાં ઉડીને ફંગોળાઈ ગઈ અને પલટી મારી ગઈ. જેમાં રીક્ષા ચાલક બહાર પટકાયો હતો પણ સદનસીબે પાછળથી કોઈ ભારે વાહન રસ્તા પર ન આવતું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર અકસ્માતની ઘટના રોડપરની દુકાનના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT