Ahmedabad News: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સ્કૂલમાં ધોરણ 5ના ક્લાસરૂમમાં અચાનક ડ્રગ્સ અને ન્યૂડીટી કન્ટેન્ટ ધરાવતી ફિલ્મ શરૂ થઈ જતા મોટો વિવાદ થયો છે. ઘટના સામે આવતા જ સ્કૂલ સંચાલકોએ શિક્ષિકાને બોલાવીને વોર્નિંગ આપી દીધી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરી હતી.
ADVERTISEMENT
સ્કૂલમાં અચાનક વીડિયો શરૂ થતા વિવાદ
નવ ગુજરાત સમયના રિપોર્ટ મુજબ, અમદાવાદના સેટેલાઈટમાં આવેલી આનંદનિકેતન સ્કૂલમાં વિવિધ વિષયો સમજાવવા પ્રેઝન્ટેસન અને વીડિયો માધ્યમનો ઉપયોગ કરાતા હોય છે. સ્કૂલમાં ધોરણ. 5ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનના વિષયમાં સમજાવવા માટે પ્રઝન્ટેશન રખાયું હતું. સામાન્ય રીતે આ માટે મંજૂરી લેવાની હોય છે, જોકે મંજૂરી વિના જ આવો કાર્યક્રમ કરાયો હતો. જેમાં વીડિયો શરૂ કરતા જ ક્લાસમાં અચાનક હોલિવૂડની ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. જેમાં ન્યૂડિટી અને ડ્રગ્સ સહિતના દ્રશ્યો છે.
આવી ફિલ્મ શરૂ થતા જ તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં વિદ્યાર્થીઓએ કેટલાક દ્રશ્યો જોઈ પણ લીધા હતા. ત્યારે સ્કૂલ મેનેજમેન્ટનું ધ્યાન ઘટના પર પડ્યું હતું જે બાદ શિક્ષિકાને બોલાવીને વોર્નિંગ આપવામાં આવી હતી. તો બીજી તરફ સ્કૂલ દ્વારા પણ વાલીઓને આ અંગે જાણ કરીને ભૂલથી ઘટના બની હોવાનું કહેવાયું હતું.
ADVERTISEMENT