Ahmedabad News: અમદાવાદના વિવેકાનંદ નગર વિસ્તારમાં દુષ્કર્મનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષની યુવતીએ 19 વર્ષના યુવક સામે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. યુવક દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. દરમિયાન કોર્ટે જામીન મંજૂર કરતા અવલોકન કર્યું કે, યુવકની પોતાની ઉંમર લગ્નને લાયક નથી તો ફરિયાદી યુવતી યુવક કરતા વધુ પુખ્ત ઉંમરના છે. એવામાં તે લગ્નની લાલચમાં કેવી રીતે આવી શકે?
ADVERTISEMENT
ફરિયાદી 24 વર્ષના અને યુવક 19 વર્ષનો
દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, યુવક તરફથી જામીન અરજીમાં વકીલ ધ્રુવેશ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, ફરિયાદી મહિલાની કરેલા આક્ષેપો ટકી શકે એવા નથી. અરજદારની ઉંમર 19 વર્ષની છે અને ફરિયાદી મોટી ઉંમરના છે. તેઓ વધુ પુખ્ત છે એવામાં યુવકની ઉંમર લગ્નની નથી તો તે લગ્નની લાલચ કેવી રીતે આપી શકે?
બે વર્ષથી બંને રિલેશનમાં હતા
યુવતીની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો કે, યુવક 17 વર્ષનો હતો ત્યારથી તેને પાડોશમાં રહેતી અને 5 વર્ષ મોટી યુવતી સાથે શારીરિક સંબંધો હતો. બંને અનેક વખત હોટલોમાં પણ ગયા હતા અને ત્યાં પણ સંબંધો બાંધ્યા હતા. ત્યારે બંને પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે કહ્યું કે, ફરિયાદીની ઉંમર વધુ પુખ્ય છે અને તેમણે કરેલા આરોપો સાબિત થતા નથી. બંધારણ મુજબ પુરુષની લગ્નની ઉંમર 21 વર્ષની હોવાથી કેસમાં યુવક પોતે જ લગ્નને લાયક નથી તો તેણે આપેલી લગ્નની લાલચના આક્ષેપો પાયાવિહોણા છે.
ADVERTISEMENT