Ahmedabad માં આ 21 રસ્તાઓ આજે બંધ રહેશે, ઘરેથી નીકળતા પહેલા લિસ્ટ જોઈ લેજો

Gujarat Tak

17 Jul 2024 (अपडेटेड: Jul 17 2024 10:48 AM)

Ahmedabad: આજે મહોરમ નિમિત્તે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તાજીયા નીકળવાના છે. ત્યાર બાદ વિસર્જન માટે ભેગા થશે. જેના પગલે શહેરના કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો કેટલાક માર્ગ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

અમદાવાદમાં 21 રસ્તાઓ બંધ

Ahmedabad News

follow google news

Ahmedabad: આજે મહોરમ નિમિત્તે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તાજીયા નીકળવાના છે. ત્યાર બાદ વિસર્જન માટે ભેગા થશે. જેના પગલે શહેરના કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે તો કેટલાક માર્ગ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પડાયું છે અને વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગોની લિસ્ટ જાહેર કરાઈ છે.

મહોરમ નિમિત્તે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં તાજીયા નીકળશે અને નજીકના વિસ્તારોમાં ફરીને આખરે વિસર્જન માટે ભેગા થશે. આ દરમિયાન બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કેટલાક માર્ગો પર ટ્રાફિક અવરજવરનો પ્રતિબંધ મૂકાયો છે. મહોરમના તાજીયાના તહેવાર નિમિત્તે ટ્રાફિકના સરળ નિયમન અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ જાહેરનામું બહાર પડાયું છે. 

    follow whatsapp