Ahmedabad Spa Manager News: અમદાવાદના પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર સ્પા સંચાલક દ્વારા મહિલા બિઝનેસ પાર્ટનરને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ સમયે એક પુરુષ અને સિક્યોરિટી ગાર્ડ પણ ત્યાં હાજર હોય છે, જોકે બંને આંખ આડા કાન કરી લે છે અને સ્પા સંચાલક મહિલાને ઢોર માર મારીને તેના કપડા ફાડી નાખે છે. આ સમગ્ર
ADVERTISEMENT
યુવક-યુવતી પાર્ટનરશીપમાં સ્પા ચલાવતા
વિગતો મુજબ, સિંધુ ભવન રોડ પર ગેલેક્સી સ્પા આવેલું છે. જેને મોહસીન નામનો યુવક ચલાવી રહ્યો છે અને 24 વર્ષની એક યુવતી તેની બિઝનેસ પાર્ટનર છે. સ્પામાં 4-5 હજારની નુકસાની થતા યુવતીએ ત્યાં કામ કરતી અન્ય એક યુવતી સાથે બોલાચાલી કરી હતી, જે બાદ મોહસીને તેની સાથે ઝઘડો કર્યો અને કર્મચારી યુવતી સાથે ઝઘડો કરવાનું કારણ પૂછ્યું હતું, જોકે પીડિત મહિલાએ તેને કહ્યું કે, તારો યુવતી સાથે શું સંબંધ છે તો તું મને સવાલ કરી રહ્યો છે? જે બાદ મોહસી અને તેની વચ્ચે બોલાચાલી થઈ અને ગુસ્સામાં મોહસીન યુવતીને માર મારવા લાગ્યો.
યુવતીના વાળ ખેંચીને કપડા ફાડી નાખ્યા
ગુસ્સામાં છાકટો થયેલો મોહસીન યુવતીને લાફા મારે છે, તેના વાળ ખેંચીને ખેંચે છે અને કપડા પણ ફાડી નાખે છે. ક્રૂરતા પૂર્વક માર મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ઘટના બાદ મોહસીને યુવતીની માફી માગી લેતા તેણે પોલીસ ફરિયાદ કરી નહોતી. પરંતુ વીડિયો વાઈરલ થતા પોલીસે જાતે સુઓમોટો કરી યુવતીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરવા માટે સમજાવી હતી. જે બાદ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ પોલીસ ફરિયાદ થતા જ ગેલેક્સી સ્પાનો માલિક મોહસીન દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો છે.
ADVERTISEMENT