World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી મેચનો ચાહકોમાં ભારે ક્રેઝ છે. વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર થયું ત્યારથી શહેરની હોટલોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. ઘણી ફાઈવ સ્ટાર હોટલોમાં રૂમનું ભાડું 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. છતાં શહેરમાં 14મી ઓક્ટોબર દરમિયાન હોટલમાં રૂમ મળવા મુશ્કેલ થઈ ગયા છે. તો હવે હેરિટેજ હોમની ડિમાન્ડ પણ શહેરમાં વધવા લાગી છે.
ADVERTISEMENT
અમદાવાદીઓ હોમ સ્ટેથી કરશે કમાણી
હોટલો બુક થઈ જતા હવે શહેરમાંથી લોકો પોતાના ઘરમાં જ લોકોને હોમ સ્ટેની સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે. આ માટે ઓનલાઈન પોર્ટલ પર પ્રોપર્ટીને લિસ્ટ કરવામાં આવી રહી છે. Airbnb જેવી ઓનલાઈન સાઈટ પર અમદાવાદમાં મોટાભાગના લોકો વિલા કે એપાર્ટમેન્ટ સર્ચ કરી રહ્યા છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની મેચ છે તે દમિયાન 13થી 16 ઓક્ટોબર વચ્ચેની આ સર્ચ ક્વેરી છે. આઈ એમ ગુજરાતના રિપોર્ટ્સ મુજબ, હોમસ્ટેની માંગ વધતા એક રાતના રૂ.10000થી રૂ.60000 સુધીની કિંમત ચાલી રહી છે.
હેરિટેજ હોમનું ભાડું 5 ગણું વધી ગયું
મોટી સંખ્યામાં શહેરમાંથી અમદાવાદીઓ પોતાના ઘર કે એપાર્ટમેન્ટમાં હોમ સ્ટેની સુવિધા આપીને ભારત-પાકિસ્તાન મેચમાંથી રોકડી કરવાનું પ્લાન કરી રહ્યા છે. તો હેરિટેજ પ્રોપર્ટીમાં પણ ભાડું વધારે જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે 6 થી 12 હજારમાં મળતા રૂમનું ભાડું હવે 10થી 60 હજાર સુધી થઈ ગયું છે. જે દર્શાવે છે કે આ મેચ માટે લોકોમાં કેટલો ક્રેઝ છે.
ADVERTISEMENT