Ahmedabad News: લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાંથી યુવા નેતા નિખિલ સવાણીએ તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. નિખિલ સવાણીએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી છે. હાલમાં નિખિલ સવાણીના રાજીનામું આપવા પાછળનું કારણ સામે આવ્યું નથી. ત્યારે અચાનક તેમના રાજીનામા બાદ હવે અનેક અટકળો ચાલી રહી છે.
ADVERTISEMENT
ખાસ છે કે નિખિલ સવાણી અનામત આંદોલન સમયે સક્રિય ભૂમિકા ભજવી હતી અને હાર્દિક પટેલના જૂના મિત્ર પણ છે. નિખિલ સવાણી આ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. અને તેમને યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાયા હતા. જોકે વિવાદ થયા બાદ 2021માં તેમણે પાર્ટીમાંથી બહાર નીકળી ગયા હતા અને બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીમાં જોડાતા સમયે તેમણે, અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં રાજનીતિ અને શિક્ષણ, આરોગ્ય તથા વીજળી સહિતના પ્રશ્નો પર કામગીરીથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે અચાનક તેમના રાજીનામાથી અનેક અટકળો થઈ રહી છે.
ADVERTISEMENT