Gujarat Politics: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પત્રકારત્વ છોડીને નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરનાર AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈસુદાન ગઢવી ફરી એકવાર પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. વિગતો મુજબ, ઈસુદાન ગઢવી એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલ સાથે જોડાયા છે અને અહીં પણ તેઓ ‘મહામંથન’ જેવો એક ખાસ કાર્યક્રમ કરીને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને સરકાર સમક્ષ રજૂ કરતા જોવા મળશે.
ADVERTISEMENT
ઈસુદાન ગઢવીએ કર્યું ટ્વીટ
ઈસુદાન ગઢવીએ એક ટ્વીટ પણ કર્યું છે, જેનાથી આ અટકળોને વધુ તેજ બની છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ટાઈગર બે ડગલા પાછળ ભર્યા હોય તો લોકો એવું વિચારતા થઇ ગયા હોય કે ટાઇગર ડરી ગયો છે ! કદાચ એમને એ અંદાજ નહીં હોય કે ટાઇગર બે ડગલાં પાછળ ભરે તો સમજવું કે એ વધુ જોમ અને જુસ્સા સાથે હુમલો કરવાની પેરવી માં પણ હોય ! ટાઇગર અભી જિંદા હૈ !
નોંધનીય છે કે, નવી રાજકીય સફરની શરૂઆત કરતા પહેલા ઈસુદાન ગઢવી ખાનગી ચેનલમાં જોડાયેલા હતા અને તેમના પ્રાઈમ ટાઈમ શો ‘મહામંથન’ને તે સમયે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે વર્ષ 2021માં તેઓ આદ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા. જોકે ચૂંટણીમાં તેમની હાર થઈ હતી.
ADVERTISEMENT