Ahmedabad Bapunagar News: અમદાવાદના બાપુનગરમાં નાના બાળકોની બબાલમાં છરીઓ ઉછળતાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ બાપુનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
ઈસ્લામનગરમાં બની ઘટના
મળતી માહિતી અનુસાર, શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ઈસ્લામનગરમાં રહેતા શહેનાઝબાનુ પઠાણે બાપુનગર પોલીસ સ્ટેશમાં પાડોશમાં રહેતા રાજા સલિમ પઠાણ અને જાહિદબાનુ પઠાણ વિરુદ્ધ મારામારી અને ઘાતકી હુમલાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, શહેનાઝબાનુ પતિ તેમજ ત્રણ દિકરા સાથે રહે છે. ગઈકાલે શહેરનાઝબાનુ અને તેમનો ત્રણ વર્ષ દીકરો આર્ષ ઘરે હાજર હતા, જ્યારે તેમના પતિ અને બે દીકરા કામથી બહાર ગયા હતા. ત્યારે પાડોશીએ તેમની સાથે બબાલ કરી હતી. આર્ષ ઘરની બહાર પાડોશી સલિમ પઠાણના દીકરા સોનુ સાથે રમતો હતો.
ભૂલકાંએ સામસામે કર્યો ઝઘડો
જોતજોતામાં બને ભૂલકાંએ સામસામે ઝઘડો શરૂ કરી દીધો હતો. શહેનાઝબાનુ ઘરની બહાર આવીને સોનુને સમજાવતા હતા, ત્યારે સોનુંનો ભાઈ રાજા સલિમ પઠાણ અને માતા જાહિદાબાનુ પણ આવી ગયા હતા. રાજા સલિમ અને જાહિદાબાનુ સોનુનું ઉપરાણું લઈને શહેનાઝબાનુને અભદ્ર શબ્દો બોલવા લાગ્યા હતા.
માતા-પુત્રએ કર્યો મહિલા પર હુમલો
આ દરમિયાન શહેનાઝબાનુએ ગાળુ બોલવાની ના પાડતાં મામલો વધુ બીચક્યો હતો. જે બાદ માતા-પુત્ર ( જાહિદાબાનુ અને રાજા સલિમ પઠાણ)એ ભેગા મળીને શહેનાઝબાનુ પર હુમલો કર્યો હતો. રાજા પઠાણે શહેનાઝબાનુ પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને શહેનાઝબાનુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ શહેનાઝબાનુએ માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT