રૂપિયાથી મિત્રતા તૂટીઃ ‘ફરીથી તું મને દેખાયો તો જાનથી મારી નાખીશ’ કહી યુવકે મિત્રના માથામાં મારી દીધી છરી

Ahmedabad News: અમદાવાદમાં રૂપિયાની લેતી-દેતી મામલે મિત્રએ મિત્ર પર છરીથી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી…

gujarattak
follow google news

Ahmedabad News: અમદાવાદમાં રૂપિયાની લેતી-દેતી મામલે મિત્રએ મિત્ર પર છરીથી હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલ ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો સમગ્ર મામલે શહેરકોટડા પોલસની ટીમે તપાસ હાથ ધરી છે.

પૈસાએ બગાડ્યા મિત્રતાના સંબંધ

શહેરના શહેરકોટડા વિસ્તારમાં આવેલા મહેન્દ્રકુમારની ચાલીમાં રહેતા રાહુલ દોહરેએ શેહરકોટડા પોલીસ સ્ટેશનમાં વિનોદ ઉર્ફે પી.કે વણજારા વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. રાહુલ અને વિનોદ એક સમયે જીગરી મિત્રો હતા, પરંતુ બે વર્ષ પહેલા રાહુલે વિનોદને ઉછીના રૂપિયા આપ્યા હતા, જે પરત ન આપતા બંને વચ્ચે મિત્રતાનો અંત આવી ગયો હતો.

મિત્રએ મિત્ર પર કર્યો હુમલો

રાહુલે અવારનવાર રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ વિનોદે આપવાનો ઈનકાર કરી દીધો હતો. ગઈકાલે રાહુલ તેના ઘર બહાર જાહેર રોડ પર ઉભો હતો. ત્યાર વિનોદ પોતાની કાર લઈને ત્યાં આવ્યો હતો. કારમાંથી જ ઉતરતાની સાથે જ વિનોદ હાથમાં છરી લઈને રાહુલ તરફ દોડ્યો હતો અને માથામાં છરીના ઘા ઝીંકી દીધો હતો.

જાનથી મારી નાખવાની આપી ધમકી

રાહુલે બૂમાબૂમ કરતાં આસપાસાન લોકો દોડી આવ્યા હતા. ટોળાને જોઈને વિનોદ ત્યાંથી ધમકી આપીને નાસી ગયો હતો. વિનોદે ધમકી આપી હતી કે ફરીથી તું મને દેખાયો છે તો તને જાનથી મારી નાખીશ. જે બાદ ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

    follow whatsapp