Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટના ઘટી હોવાની વિગતો મળી રહી છે. બિલ્ડીંગની કામગીરી દરમિયાન પાલખ તૂટતા 3 શ્રમિકો 13મા માળેથી નીચે પટકાયા હતા. જેમાં તેમનું મોત થઈ ગયું હતું. દુર્ઘટના ઝવેરી ગ્રીન્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર શુક્રવારે મોડી રાત્રે સર્જાઈ હતી.
ADVERTISEMENT
લાકડાની પાલખ તૂટતા નીચે પડ્યા શ્રમિકો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના ઘુમા વિસ્તારમાં શાંતિપુરા સર્કલ પાસે આવેલી ઝવેરી ગ્રીન્સ બિલ્ડીગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. શુક્રવારે મોડી રાત્ર શ્રમિકો સાઈટ પર કામ કરી રહ્યા હતા દરમિયાન 13મા માળે લાકડાની પાલખ બાંધેલી હતી, જેના પર 3 શ્રમિકો ઉભા હતા. અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલક સાથે ત્રણેય શ્રમિકો નીચે પટકાયા હતા અને તેમના મોત નિપજ્યા હતા.
મૃતક શ્રમિકો ઉત્તર પ્રદેશના વતની
પ્રાથમિક વિગતો મુજબ, મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવી રહ્યું છે. અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમના નામ રાજેશ કુમાર, સંદીપ કુમાર અને અમિત કુમાર હોવાનું જાણવા મળી રહ્યું છે અને છેલ્લા બે વર્ષથી આ બિલ્ડીંગ બનાવવાની કામગીરી કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળને કોર્ડન કરીને હાલ બિલ્ડિંગની કામગીરી અટકાવી હતી. સાથે જ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT